Western Times News

Gujarati News

ઈડરના પોશીના-મુનાઈ ગામને જોડતો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડના પુલિયામાં પોલમપોલ

File Photo

હિંમતનગર, ઈડર તાલુકાના છેવાડા ના ગામ મુનાઈ-પોશીના આવેલા છે.જે ગામના લોકો એક ગામથી બીજા ગામ અને શહેરમાં જવા માટે મુનાઈ ગામથી પોશીના જવાના રોડ પરથી અવર જવર કરતા હોય છે. જ્યારે અહીં આ ગામોના મુખ્યત્વે વ્યવસાય ખેતી પર ર્નિભર છે.પોશીના અને મુનાઈ બન્ને ગામોને જાેડતો રોડ એક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો પરંતુ રોડ ગુણવત્તાહીન બનતા લોકોમાં રોષ જાેવા મળ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા લાખ્ખો,કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોડ અને પાણીના નિકાલ માટે પુલિયા બનાવવામાં આવ્યા હતા.

જેનો થોડોક સમય જતાં દિવસે ને દિવસે નવીન રોડ અને પુલિયા પર તિરાડો અને ગાબડા જાેવા મળ્યા હતા.ત્યારે કરોડો રૂપિયાના આંધણ કરી બનાવવામાં આવેલ રોડ અને પુલિયા પર તિરાડો અને ગાબડા પડતા કોન્ટ્રકટર દ્વારા કરવામાં આવેલા કામોની ગુણવત્તા પર કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.અને હાલમાં આ રોડપર ઠેરઠેર કોન્ટ્રકટર દ્વારા કરેલા કામો પર થિંગડા મારવામાં આવ્યા છે.

જેથી સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટરના કામની પોલ ખુલ્લી થઈ. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોન્ટ્રકટર દ્વારા નીતિમત્તા અને ગુણવત્તા પ્રમાણે કામ કરવામાં આવ્યું હોતતો રોડપર થિંગડા મારવા નો વારો ન આવ્યો હોત. એકબાજુ સરકાર વિકાસના કામોને વેગ આપી રહી છે ત્યારે બીજીબાજુ કોન્ટ્રાક્ટર દ્વારા કોમોમાં વેઠ ઉતારવામાં આવી રહી છે અને પોતાના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે.

આ બાબતે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા રોડ બનવનાર એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે અને એજન્સી પાસે ગુણવત્તાહીન કામ સમયમર્યાદા પૂર્ણ થતાં પહેલાં ફરી કરાવવમાં આવે અને સરકારના પૈસાનો દૂરઉપીયોગ ન થાય તેવી લોકમાંગ ઉઠી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.