ઈડર ધોરીમાર્ગ પર CNG ઈકો કાર સળગી: મોટા ચેખલાના ૮ મુસાફરોનો બચાવ

મોટા ચેખલા, તા.તલોદ, જી.સાબરકાંઠાનો પરિવાર ઈકો કારમાં લગ્ન પ્રસંગે નિકળેલા હતા
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે અસહ્ય કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે ભરબપોરે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં ? કોમ્પલેક્ષ શોપિંગ સેન્ટર આગળ સી.એન.જી ઈકો કારમાં એકા-એક ભીષણ આગ ભભુકી ઉઠતા આઠ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
ઈકો કાર આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. ધટના સ્થળ પર લોકોના ટોંળે – ટોંળા પલભરમાં એકત્રિત થઈ ગયા હતા.ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. ઈકો કારના માલિક બાબુભાઈ રામજીભાઈ ભરવાડ, રહેવાસી. મોટા ચેખલા,
તા.તલોદ, જી.સાબરકાંઠા વાળાની ઈકો કારમાં સવાર થઈ રહેલા લગ્ન પ્રસંગે નિકળેલા આઠ મુસાફરો ભરેલી ઈકો કાર ભળભળ સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મારૂતી ઈકો કારમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા શોર્ટ – શર્કિટ દરમિયાન આગ ભભુકી ઉઠી હતી.