ઈડર પરગણા મોચી સમાજનું તૃતીય સ્નેહસંમેલન યોજાયું

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તા.૨૭/૧૧/૨૦૨૨ને રવિવારના રોજ ઇડર પરગણા મોચી સમાજ પંચ, ઇડર દ્વારા આયોજીત તૃતીય સ્નેહસંમેલન દેવદરબાર આશ્રમ, ઇડર ખાતે યોજાયો. આ સ્નેહસંમેલન કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાનો શ્રી ગાદીપતી પ.પૂ.મહંત શ્રી શાંતિગીરીજી મહારાજ, પ.પૂ. મનમોહનગીરીજી મહારાજ, પ.પૂ. ઓમાનંદજી મહારાજ ઉપસ્થિત રહી સમાજને આશીર્વચન આપેલ.
તથા સમાજના કાર્યક્રમમાં સ્નેહસંમેલનના પ્રમુખશ્રી રમણભાઈ, મંત્રીશ્રી ચિનુભાઈ, સુરેશભાઇ, કનૈયાલાલ, ભરતભાઇ, નરેન્દ્રભાઈ, ભોગીલાલ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, જશુભાઈ, રાજુભાઇ તથા સમાજના મંત્રીશ્રી જયંતિભાઇ, નવયુવક ચામુંડા મંડળના પ્રમુખશ્રી ધવલભાઈ, ઉપપ્રમુખશ્રી ધવલભાઈ તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો.