ઈડર બેતાલીસ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાન જયંતિની ઉજવણી
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ઈડર બેતાલીસ પંચાલ સમાજ દ્વારા તારીખ ૧૪-૨-૨૦૨૨ ને સોમવારના વિશ્વકર્મા જયંતી ના દિને ઇડર શહેર પાસે વલાસણા રોડ પર આવેલ બેતાલીસ પંચાલ સમાજની વાડી ખાતે આરાધ્ય દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
જેમાં તમામ ગામોમાંથી પંચાલ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે નવ દસ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમ ૦૫ઃ૦૦ વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં સવારે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પૂજન આરતી તથા કથા કરાઇ હતી.
આ શુભ પ્રસંગે સમાજના શિક્ષણ ક્ષેત્રે અગ્રણી તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને દાતાઓ તરફથી સ્કુલ બેગ તથા સ્ટેશનરી આપી પ્રોત્સાહિત કર્યા હતા તથા એમ.બી.બી.એસ થઈ રહેલા બે લોકોનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ નું પણ ફુલહાર તથા ચાલુ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
તથા આ સંકુલમાં નજીકના ભવિષ્યમાં ભગવાન વિશ્વકર્મા તથા કુળદેવી ચામુંડા માતાના મંદિર બનાવાનુ જાહેર કરાયેલ તેમજ તે માટે દાન પણ બોલવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં પધારેલ સૌને ભોજન પીરસાયું હતું. આ સમગ્ર કાર્યક્રમ ના દાતા ફીંચોડ ગામ ના શોભાબેન ચંદુભાઈ પંચાલ હતા.