ઈડીએ વીવો સહિતની ચાઈનીઝ કંપનીઓના અંદાજે ૪૦ સ્થળો પર દરોડા પાડ્યા
અમદાવાદ, ભારતમાં કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ પીઁએમએલએસંદર્ભે સરકારના રડારમાં છે. શાઓમી બાદ હવે ભારતમાં કારોબાર કરતી વધુ ચાઈનીઝ કંપનીઓ ઈડીના સકંજામાં આવી છે.મંગળવારે સવારે પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ ભારતમાં કારોબાર કરતી વીવો સહિતની ચાઈનીઝ કંપનીઓના અંદાજે ૪૦ સ્થળો પર દરોડા પાડ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જાેડાયેલા દેશભરમાં ૪૦થી વધુ સ્થળો પર સર્ચ કરી રહ્યું છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ના ઉલ્લંઘન બદલ કંપનીઓ સામે આ કાર્યકાવાહી કરી હોવાનું શરૂઆતી તારણોમાં જાણવા મળી રહ્યું છે.અગાઉ ઈડીએ કથિત ફેમાઉલ્લંઘન માટે શાઓમીની સંપત્તિ જપ્ત કરી હતી.
પરંતુ કર્ણાટક હાઈકોર્ટે આ આદેશ પર સ્ટે આપ્યો હતો. શાઓમીએ એફિડેવિટમાં આરોપ મૂક્યો હતો કે ઈડીએ નિવેદનોના રેકોર્ડિંગ સમયે કંપનીના ટોચના અધિકારીઓ પર દબાણ કર્યું હતું. જાેકે કેન્દ્રિય તપાસ એજન્સીએ કંપની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.
ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે પેરેન્ટ કંપનીને રોયલ્ટી ચૂકવવાના બહાને શાઓમી દ્વારા ફંડ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે.છેલ્લા એક-દોઢ વર્ષથી ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈડી અને અન્ય તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ છે.SS2KP