Western Times News

Gujarati News

ઈડીના અધિકારી રાજેશ્વર સિંહ હવે ભાજપમાં જોડાશે

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારી રાજેશ્વર સિંહ ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ શકે છે. રાજેશ્વર સિંહ મૂળ તો યુપી પોલીસની એક અથડામણમાં નિષ્ણાંત રહ્યા છે. જે ૨૦૦૯માં ઈડીમાં શામેલ થયા હતા. તેમણે ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ અને તેમાંથી બહાર આવેલા મામલા સહિત એરસેલ-મેક્સિસ કરાર સહિત કેટલાય મહત્વના મામલામાં સંભાળ્યા છે.

૨૦૧૦થી ૨૦૧૮ સુધી રાજેશ્વર સિંહે રાષ્ટ્રમંડલ ખેલ કૌભાંડ અને કોલસા કૌભાંડના કેસો પણ સંભાળ્યા છે. જેમને અગસ્તા વેસ્ટલેડ હેલીકોપ્ટર કરારને હચમચાવીને યુપીએ સરકારને ડગમગાવી નાખી હતી. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અને તેમના દિકરા કાર્તિ ચિદમ્બર વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને પર ભ્રષ્ટાચારના આરોપો હતા.

રાજેશ્વર સિંહ ભ્રષ્ટાચારના કેસોમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જેના કારણે સીએમ ઓપી ચૌટાલા, મધુ કોડા અને જગન મોહન રેડ્ડી વિરુદ્ધ પણ કાર્યવાહી થયેલી છે.મની લોન્ડ્રીંગના રાજકીય રીતે સંવેદનશીલ કેસો સંભાળવવા માટે તેમને ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યા હતા. તથા શિર્ષ અદાલતના કહેવા પર તેમને ઈડીમાં સમાહિત કરવામાં આવ્યા હતા. રાજેશ્વર સિંહે ધનબાદની ઈંડિયન સ્કૂલ ઓફ માઈન્સમાંથી એન્જીનિયરીંગ કરેલુ છે. તેમની પાસે કાયદો અને માનવાધિકાર સાથે જાેડાયેલા વિષયોની ડિગ્રી પણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.