ઈતિહાસના સૌથી લાંબા બજેટ ભાષણમાં કંઈ ખાસ નથી : રાહુલ ગાંધી
નવી દિલ્હી, મોદી સરકારના બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બેરોજગારી છે, પણ સરકારના આ બજેટમાં આવું કઈ ખાસ નથી દેખાયુ, કે જેથી યુવાઓને રોજગાર મળે. તેમણે જણાવ્યુ કે, આ સૌથી લાંબુ બજેટ ભાષણ હોઈ શકે છે, પરંતુ તેમાં કંઈ ખાસ ન હતુ. તેમાં જૂની વાતોને રિપિટ કરવામાં આવી છે.
અગાઉ પાર્ટીના પ્રવક્તા આનંદ શર્માએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ખેડૂતોની આવક બે ગણી કરવાનો નાણામંત્રીનો દાવો ખોખલો છે અને વાસ્તવિકથી દૂર છે. કૃષિ વિકાસ દર બે ટકા થઈ ગયો છે. આ સિવાય કોંગ્રેસ નેતા શશિ થરૂરે જણાવ્યુ કે, એક સારી રાહત જે છે એ આવકમાં આપવામાં આવેલી છૂટ હોઈ શકે છે. 12.5 લાખના નીચેની આવકવાળા મધ્યમ વર્ગીય પરિવારોને તેનાથી રાહત મળશે. આ સિવાય બજેટમાં કંઈ ખાસ નથી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સત્ર 2020-21 માટે સંસદમાં બજેટ રજૂ કર્યુ છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ બીજુ બજેટ છે. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 5 લાખથી લઈને 15 લાખ સુધીની આવકવાળા માટે સરકારે અનેક મોટા ફેરફાર કર્યા છે. 5 લાખ સુધીની આવક પર પહેલાની જેમ કોઈ ટેક્સ નહી લાગે, પરંતુ ટેક્સ સ્લેબ વૈકલ્પિક હશે.