ઈતિહાસમાં પ્રથમવાર લોકઅદાલત યોજાઈઃ ૬૩૫ કેસોનો નિકાલ
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ યોજાઈ અદાલત : રાજ્યના નિવૃત્ત પ્રોફેસરોના પેન્શન કેસનો થયો નિકાલ
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં આજે ઐતિહાસિક લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જાેવા જઈએ તો ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર વિશેષ લોક અદાલત યોજાઈ હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ યોજાયેલી લોક અદાલતમાં રાજ્યના નિવૃત પ્રોફેસરોના પેન્શન કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આજે પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટ ખાતે વિશેષ લોક અદાલત યોજાઈ હતી, જેમાં રાજ્યના નિવૃત પ્રોફેસરોના પેન્શન કેસોમાં ૬૩૫ પેન્શનર્સના કેસોનો નિકાલ કરાયો છે. લોકઅદાલતમાં આજે રાજ્ય સરકારનું સકારાત્મક અભિગમ સામે આવ્યું હતું. જેને લઈ હવે સેંકડો સિનિયર સિટીજને પેંન્શન મળશે.
ગુજરાત હાઇકોર્ટમાં આજે યોજાયેલ લોકઅદાલતમાં રાજ્ય સરકારનું સકારાત્મક અભિગમ જાેવા મળ્યું હતું. આજે ૬૩૫ પેન્શનર્સના કેસોનો નિકાલ કાવ્યમાં આવતા હવે રાજ્ય સરકારને દર મહિને રૂ.૬થી ૭ કરોડ પેન્શનનો બોજ આવશે. આ સાથે પેન્શનના એરિયર્સના ? ૫૦૦ કરોડની પણ સરકાર ચુકવણી કરશે.SS3KP