ઈદ પહેલા રાજસ્થાનમાં મોડી રાતે જૂથ અથડામણ
હાલ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને પોલીસે પણ સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અપીલ કરી છે
ઈસ્લામિક ઝંડો ફરકાવવા મુદ્દે વિવાદ, ઈન્ટરનેટ બંધ
જાેધપુર,ઈદ પહેલા જ રાજસ્થાનના જાેધપુરમાં મોડી રાતે જૂથ અથડામણ થઈ. બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા અને ઘર્ષણ થયું. વિવાદ ઈસ્લામિક ઝંડાને લઈને થયો હતો. જે વધતા પથ્થરમારા સુધી પહોંચી ગયો. અનેક લોકો આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ જાેધપુરના ઝાલૌરી ગેટ ચાર રસ્તા પર બે જૂથ વચ્ચે સ્વતંત્રતા સેનાનીની મૂર્તિ પર ઈસ્લામિક ઝંડો લહેરાવવા મુદ્દે વિવાદ ઊભો થયો હતો.
આ વિવાદ વધતા પથ્થરમારા સુધી પહોંચી ગયો. ઘટનાની સૂચના મળતા કંટ્રોલ રૂમમાંથી વધારાના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ભીડને તરત જ ત્યાંથી ખદેડી મૂકી. જ્યાં વિવાદ થયો હતો તે ચાર રસ્તા પણ બંધ કરી દેવાયા. એક સમુદાય તરફથી ભેગી થયેલી ભીડે પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને પોલીસે પણ સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અપીલ કરી છે. વિસ્તારમાં તણાવના પગલે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
વાત જાણે એમ છે કે હાલ જાેધપુરમાં ત્રણ દિવસનો પરશુરામ જયંતી મહોત્સવ ચાલે છે. એ જ કડીમાં ઝાલૌરી ગેટ ચાર રસ્તા પર સ્વર્ગીય બાલમુકુંદ બિસ્સા ચાર રસ્તા પર ભગવો ધ્વજ ફરકાવેલો હતો. જેને લઈને પ્રશાસને બ્રાહ્મણ સમાજને ભલામણ કરીને સોમવારે બપોરે ભગવો ધ્વજ ઉતરાવી લીધો હતો. પરંતુ રાત થતા તો લઘુમતી સમુદાયના લોકોએ સ્વતંત્રતા સેનાનીની પ્રતિમા પર ચડીને ધ્વજ લગાવી તેમના ચહેરાને ટેપથી ઢાકી દીધો હતો.
જેને લઈને સ્વર્ગીય સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાના સંબંધીઓ અને અન્ય લોકોએ લઘુમતી સમુદાયના લોકોને ઈસ્લામિક ધ્વજ ઉતારવા માટે કહ્યું ત્યારે લઘુમતી સમુદાયના લોકોએ હિન્દુ સંગઠનના લોકો પર હુમલો કરી દીધો અને મારપીટ કરી. ત્યારબાદ હિન્દુ સંગઠનના લોકો બચવા માટે નજીકની પોલીસચોકી પહોંચ્યા. પરંતુ અલ્પસંખ્યકોની ભીડે પોલીસ ચોકીમાં પણ તોડફોડ મચાવી અને મારપીટ કરી.sss