ઈદ પાર્ટીમાં શહેનાઝ ગિલ ઘરે જતી વખતે સલમાનને ભેટતી જાેવા મળી
શહેનાઝને સલમાનને ગળે મળતી અને કિસ કરતી જાેઈ લોકો બગડ્યા
મુંબઈ, મંગળવારે અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ તેમના બાંદ્રા સ્થિત ઘરે બોલિવુડ સેલેબ્સ માટે ઈદની ગ્રાન્ડ પાર્ટી યોજી હતી. દર વર્ષે, સલમાન ખાન તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પાર્ટી હોસ્ટ કરે છે. પરંતુ આ સમયે, સેલેબ્સ અર્પિતા-આયુષના ભવ્ય ઘરે પહોંચ્યા હતા. જેમાં અનિલ કપૂર, સુષ્મિતા સેન, કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સિદ્ધાર્થ મલ્હોત્રા, હુમા કુરેશી, દિયા મિર્ઝા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સોનાક્ષી સિન્હા, સાજિદ નડિયાદવાલા તેમજ જેક્લીન ફનાર્ન્ડિઝ સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.
તમામ સેલેબ્સે પાર્ટી દરમિયાન ખૂબ મજા કરી હતી અને અંદરની કેટલીક તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા. જાે કે, આ બધામાં પાર્ટીમાં કોઈ બાબતે ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી શહેનાઝ ગિલ અને સલમાન ખાનનું બોન્ડિંગ. પાર્ટીમાં બહાર નીકળતી વખતે શહેનાઝ સલમાનને ગળે મળતી અને કિસ કરતી જાેવા મળી હતી. આટલું જ નહીં ‘દબંગ ખાન’ને કાર સુધી મૂકવા પણ ગયો હતો. આ કારણથી ‘પંજાબની કેટરીના કૈફ’ હવે ટ્રોલ થઈ છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે સલમાન અને શહેનાઝને ‘પીધેલા’ ગણાવ્યા હતા.
એક યૂઝરે લખ્યું હતું ‘તે થોડી નશામાં છે’. અન્ય યૂઝરે લખ્યું હતું ‘દારુ પીને ભાનમાં નથી રહેતા’, એકે કોમેન્ટ કરી હતી કે ‘તે સ્પષ્ટ રીતે પીધેલીમાં હોય તેમ લાગે છે’, તો એકે લખ્યું હતું ‘પોતાની જાતને સંભાળી શકો એટલો જ દારુ પીઓ’. જણાવી જઈએ કે, અર્પિતા ખાનની પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે શહેનાઝ અને સલમાને કેમેરા સામે પોઝ આપ્યા હતા. આટલું જ નહીં આ દરમિયાન એક્ટ્રેસ થોડી ઈમોશનલ પણ થઈ ગઈ હતી. જ્યારે શહેનાઝને તેની કાર તૈયાર હોવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે સલમાનનો હાથ પકડી લીધો હતો અને તેને કાર સુધી મૂકવા આવવાની વિનંતી કરી હતી.
તો એક્ટર પણ તેને કાર સુધી છોડવા ગયો ગયો હતો. કારમાં બેસીને તે સલમાનના ગાલને અડી હતી અને બાય કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ૧૩મા ભાગ લીધા બાદ શહેનાઝ ગિલને સલમાન ખાન સાથે સારું બની રહ્યું છે. ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેને સલમાન તરફથી સારો સપોર્ટ મળ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, શહેનાઝ ગિલને સલમાન ખાન સાથે ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં પણ કામ કરવાની તક મળી છે. જેમાં સલમાન સિવાય પૂજા હેગડે, આયુષ શર્મા અને રાઘવ જુયાલ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં શહેનાઝ આયુષ સાથે રોમાન્સ કરશે.sss