ઈન્જેકશન પરનો કન્ટ્રોલ દૂર કરી ખુલ્લા બજારમાં મૂકવા માગ
અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે બીજીતરફ રેમડેસિવીર ઈન્જેકશનની માર્કેટમાં અછત યથાવત છે. હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઈન્જેકશન માટે દરદર ભટકવું પડી રહ્યું છે. જાણે અજાણએ લોકો કાળા બજારમાં ઈન્જેકશન લેવા મજબૂર બની રહ્યા છે યા નકલી ઈન્જેકશન વેચનારાના શિકાર બની રહ્યા છે.
તેવામાં રેમડેસિવીર ઈન્જેકશન પરનો કન્ટ્રોલ દૂર કરી ખુલ્લા બજારમાં મુકવા તબીબો માંગ કરી રહ્યા છે. એક તરફ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા રેમડેસિવીર ઈન્જેકશન દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓના મોનિટરીંગ હેઠળ પહોંચડેલો છે. અને સરકારે દરેક જિલ્લાની આવશ્યકતા અનુસાર સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા પૂર્ણ થયા બાદ આવશ્યકતા અને ઉપલબ્ધતાના આધારે ખાનગી હોસ્પિટલઓને આ ઈન્જેકશન પડતર ભાવે આપવામાં આવે છે તેવો દાવો શનિવારે આયોજિત પ્રેસ કોંફરન્સમાં કર્યો હતો. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જાેવા જઈએ તો હજુ પણ દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશન મેળવવા મુશ્કેલી પડી રહી છે.
તેવામાં જાણીતા સિનિયર ફિજીશિયન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉ. વસંત પટેલે સરકારે રેમડેસિવીર ઈન્જેકશન પરનો કન્ટ્રોલ દૂર કરી ખુલ્લા બજારમાં મુકવા માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે, રેમડેસિવીર ઈન્જેક્શનની બજારમાં કાળા બજારી અને નકલી ઈન્જેકશન બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ થઇ રહી છે અને દર્દીઓને ઈન્જેકશન માટે તો મુશ્કેલીઓનો સમનો કરવો પડી રહ્યો છે.
જેથી સરકારે ઈન્જેકશનો જે પણ અંકુશ પોતાની પાસે રાખ્યો છે તે દૂર કરી દેવો જાેઈએ. અને કોવિડ ડેઝીગ્નેટેડ હૉસ્પિટલઓ તેમજ કોવિડ ડેઝીગ્નેટેડ નથી અને દર્દીઓની સારવાર કરી રહેલી હૉસ્પિટલ તેમજ હોમ આઇસોલેશનના દર્દીઓને સારવારમાં જે ઈન્જેક્શનની જરૂર પડી રહી છે.