ઈન્ટરનેટ સેવા ટુ-જીની સ્પીડ સાથે જમ્મુમાં શરૂ કરાઈ
જમ્મુ કાશ્મીરના જમ્મુમાં ઈન્ટરનેટ સેવા પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જ્યારે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની છે. એટલે ટુ-જીની સ્પીડ સાથે જમ્મુમાં ઈન્ટરનેટ સેવા ફરીવાર શરૂ કરાઈ છે.
આ સાથે ટેલિફોન સેવા પર શરૂ થઈ છે. પાંચમી ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી હતી. જેને ફરીવાર શરૂ કરવામાં આવી છે. તો સોમવારથી શાળા કોલેજો પણ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
પ્રતિબંધ લાગુ થયાના અંદાજે એક સપ્તાહ પહેલાં જ જમ્મુમાં સામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને સ્કૂલ-કોલેજ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. સમગ્ર જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. ખીણ વિસ્તારમાં છૂટી છવાઈ એકાદ-બે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રશાસન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ખીણ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં અને કોઈ ગંભીર હિંસા થઈ નથી.