ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મિતાલી રાજે ૧૦ હજાર રન પૂરા કર્યા
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુપર સ્ટાર ખેલાડી મિતાલી રાજે ઈતિહાસ રચી દીધી છે.મિતાલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂરા કર્યા છે.
મિતાલી ભારત માટે ૧૦૦૦૦ રન કરનાર પહેલી મહિલા ખેલાડી બનવાની સાથે સાથે દુનિયાની બીજી મહિલા ખેલાડી બની છે.આજે સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામે રમાઈ રહેલી ત્રીજી વન ડેમાં તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.
જાેકે તે લાંબી ઈનિંગ રમી શકી નહોતી અને રેકોર્ડ બનાવ્યા બાદ એક રન વધારે જાેડીને આઉટ થઈ ગઈ હતી.જાેકે સાથે સાથે તે વન ડે ક્રિકેટમાં ૭૦૦૦ રન કરનાર પહેલ મહિલા ક્રિકેટર બનવાથી હવે ૩૬ જ રન દુર છે.જ્યારે ૧૦ ટેસ્ટમાં તેણે ૬૬૩ રન અને ૮૯ ટી ૨૦ મેચમાં ૨૩૪૬ રન બનાવ્યા છે.
ભારતના ક્રિકેટ બોર્ડે પણ મિતાલી રાજને અભિનંદન આપ્યા છે.૩૮ વર્ષીય મિતાલી રાજ પહેલા ઈંગ્લેન્ડની મહિલા ખેલાડી ચાલોર્ટ એડવર્ડસે આ સિધ્ધિ હાંસલ કરી હતી. મિતાલી રાજ આજે પોતાની ૩૧૧મી ઈન્ટરનેશનલ મેચ રમી રહી છે.તેણે ૧૯૯૯માં ડેબ્યુ કર્યુ હતુ અને ટેસ્ટ મેચમાં તેની એવરેજ ૫૧ તથા ૨૧૨ વન ડે મેચમાં એવરેજ ૫૦.૫૩ની રહી છે.જ્યારે ટી ૨૦માં તેણે ૩૭.૫૨ની એવરેજથી રન બનાવ્યા છે.
તેની કેરિયરમાં ૭૫ હાફ સેન્ચુરી અને આઠ સેન્ચુરી પણ તેના નામે છે.ટેસ્ટમાં એક માત્ર સેન્ચુરી ઈંગ્લેન્ડ સામે ૨૦૧૭માં પટકારી હતી અને આ ડબલ સેન્ચુરી હતી.