Western Times News

Gujarati News

ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં જીટીયુની ટીમે ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન મેળવેલ છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણ અને તેની લગતી વિવિધ સ્પર્ધામાં પણ જીટીયુ સતત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે.

તાજેતરમાં જ એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા ઈન્ટરનેશનલ રોબોકોન ઈવેન્ટ ડિજીટલ માધ્યમ થકી યોજાઈ હતી. ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી જીટીયુ અને નિરમા યુનિવર્સિટીની ૨ ટીમોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચીન દ્વારા આપવામાં આવેલ થીમ “થ્રોઈગ એરો ઈન ટુ ધ પોર્ટ” પર નિરમા યુનિવર્સિટીની ટીમ ૭માં સ્થાને રહી હતી.

જ્યારે જીટીયુની ટીમે ૯મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રોબોટીક્સ જેવા ઉભરતાં ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ વિવિધ સંશોધન આર્ત્મનિભર ભારત અભિયાનમાં વિશેષ ફાળો પૂરો પાડશે. આ પ્રસંગે જીટીયુ ખાતે રોબોકોનના ઈન્ટરનેશનલ ચીફ જજ ડૉ. ટી.પી. સિંઘ, પ્રસાર ભારતીના બીઓજી મેમ્બર સાઈના ચૂડાસમા અને આઈઆઈટી દિલ્હીના પ્રો સુનિલ ઝા પણ ઉપસ્થિત રહીને ભાગ લેનાર સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેર અને જીઆઈસી ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણે જીટીયુ રોબોકોન ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા વર્ષ- ૨૦૨૦-૨૧ માટે ભારતનું પ્રતિનિધિત્વ જીટીયુ નિર્મિત કરણ અને અર્જુન નામના રોબોટ્‌સ દ્વારા કરવામાં આવ્યું હતું. થાઈલેન્ડ , ચીન , જાપાન , મ્યાનમાર, ઈન્ડોનેશિયા , મોંગોલિયા, મલેશીયા જેવા ૧૧ દેશોની કુલ ૨૧ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લિધો હતો.

ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુની ટીમમાં ૭ જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૩૪ વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. જેમાં સોફ્ટવેર અને મીકેનિકલ હાર્ડવેર જેવા મહત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરીને કરણ અને અર્જુન નામના બે રોબર્ટ્‌સનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ઈન્ટરનેશનલ સ્પર્ધામાં જીટીયુની ટીમે ૧ મીનિટ ૧૮ સેકન્ડમાં ૧૬૦ માંથી ૧૫૨ સ્કૉર કરીને ૯મું સ્થાન પ્રાપ્ત કર્યું. આગામી વર્ષ -૨૦૨૨ની ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન ભારતમાં થવાનું હોવાથી પ્રસાર ભારતીના બીઓજી મેમ્બર શ્રી સાઈના ચૂડાસમાએ ઈન્ટરનેશનલ રોબોકોન ફ્લેગનો સ્વિકાર કર્યો હતો. સ્પર્ધાનું આયોજન આગામી ઑગસ્ટ થી ડિસેમ્બર સુધી આઈઆઈટી દિલ્હી ખાતે થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.