“ઈન્ટ્રોડકશન ટુ ડેટા એનાલિટિકસ” પર સેમિનાર યોજાયો
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના આઈ. ટી.વિભાગ દ્વારા “ઈન્ટ્રોડકશન ટુ ડેટા એનાલિટિકસ ” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે પ્રો.છાયા ઝાલા કે જેઓ જીસેટ કોલેજ ઓફ એન્જીનિયરિગના કમ્પ્યુટર વિભાગમાં ફરજ બજાવે છે
તેઓએ “બેજીક ડેટાથી શરુ કરીને ડેટા એનાલિસીસની રીઅલ એપ્લિકેશન” વિશે જ્ઞાન પીરસ્યું હતું. .આ પ્રોગ્રમને સફળ બનાવવા આઈ. ટી. વિભાગના વિભાગીય વડા પ્રો . કૌશલ પટેલ , સેમિનાર સંયોજક પ્રો. નિરાલી દરજી તેમજ સૌ સ્ટાફ ગણે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ ઉપરોક્ત કાર્યક્રમની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ તેમજ સ્પેક, એન્જીનિયરીંગના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. (પ્રો) પૌલોમી વ્યાસે સૌને અભિનંદન પાઠવ્યા હતા