ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર્સ હંમેશા આઉટસાઈડર્સ જ રહે છે

કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદેે બાૅલીવુડમાં ચાલતા સગાવાદ વિશે મૌન તોડયું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેતાનું માનવુ છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર્સ હંમેશા આઉટસાઈડર્સ જ રહે છે. અભિનેતા સૂશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બાૅલીવુડમાં સગાવાદના મુદ્દાએ બહુ જાેર પકડયું છે. એટલું જ નહીં સોનુએ અભિનેતા સૂશાંત સિંહ રાજપૂતને ખુબ જ મહેનતી વ્યક્તિ ગણાવ્યો છે.
તાજેતરમાં સોનુ સુદે કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત પરિવારનાં બાળકો જેને આપણે સ્ટાર કિડ્સ કહીએ છીએ તેમની પાસે નવાં એક્ટરની સરખામણીએ વધુ તક હોય છે. જ્યારે કોઈ બહારની વ્યક્તિ શહેરમાં આવે છે અને મોટી વ્યક્તિ બની જાય છે તો તેના પર આપણને ગર્વ થા છે. તેઓ દરેક નવાં ચહેરાને આશા આપે છે, પણ જ્યારે આવું કંઈ થાય છે તો (નામ લીધા વગર સુશાંતની ઘટનાનો ઉલ્લેખ કરે છે) તો તે સહુનું દિલ તોડી નાખે છે.
વધુમાં અભિનેતાએ કહ્યું હતું કે, દબાણ વાસ્તવિક છે. એવાં હજારો લોકો છે જે દરરોજ કામની શોધ માટે શહેર આવે છે. પણ ઘણાં ઓછા એવાં લોકો છે જેને મોટો બ્રેક મળે છે. એક આઉટસાઇડર હમેશાં આઉટસાઇડર જ રહેશે. જ્યારે હું શહેરમાં આવ્યો, મારી પાસે પહેલેથી જ મૅકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હતી. તો મને એવું હતું કે લોકોનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ અલગ હશે. મને મારા ફિલ્મી કરિઅરની શરૂઆતનાં ૬-૮ મહિનામાં જ આ અનુભવ થઈ ગયો કે, બાૅલિવુડમાં કારર્કિદી બનાવવા માટે મારે ઘણી લાંબી મંઝિલ કાપવાની છે.
ઈન્ડસ્ટ્રીમાં કારર્કિદી બનાવવા આવતા લોકોને સોનુ સૂદેએ સલાહ આપી હતી કે, તમે ત્યારે જ અહીં આવો જ્યારે તમારી પાસે સંઘર્ષ કરવાનો મજબૂત ઈરાદો હોય અને તમને ચમત્કારની કોઇ આશા ન હોય. ફક્ત એટલાં માટે કે તમે સારા દેખાવો છો અને તમારું ફિઝિક સારું છે તેનો અર્થ એ નથી કે કોઈ પ્રોડક્શન હાઉસ તમારો સંપર્ક કરશે અને તમને તેમની આગામી ફિલ્મમાં કાસ્ટ કરી લેશે.