Western Times News

Gujarati News

ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના વપરાશથી મ્યુકોર.ના કેસ વધ્યા

Files Photo

સિલિન્ડરની ગુણવત્તા ચકાસવામાં આવે છે, આ તકેદારી ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં રખાતી નથી

અમદાવાદ, કોરોનાના દર્દીઓને આપવામાં આવેલા ઓક્સિજનની શુદ્ધતાને લઈ વિવાદ શરૂ થયો છો. કોનાના કેસો વધતા ઓક્સિજનની અછત સર્જાતા ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનના વપરાશનો ર્નિણય વિવાદિત બનયો છે. મેડિકલ ઓક્સિજન સિવાય ઓક્સિજનના જરૂરી જથ્થાને પહોંચી વળવા ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનના જથ્થાનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. જેના કારણે મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.

મેડિકલ ઓક્સિજન અને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વચ્ચે ઓક્સિજનની શુદ્ધતામાં સામાન્ય ફેર હોવાને કારણે મ્યુકોરમાઇકોસીસને વેગ મળ્યો હોવાનો કેટલાક તજજ્ઞોએ મત રજૂ કર્યા છે. મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા ૯૯.૯૦ ટકાથી વધુ હોય છે. જ્યારે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા ૯૯.૬૦ જેટલી જ હોય છે. મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં કેટલીક એસઓપીનું પાલન કરવામાં આવે છે.

જેમકે સિલિન્ડર ભરતા પહેલા વેક્યુમપ્રેશરથી સાફ કરવામાં આવે છે. ન્ય વાયુ ભેળસેળ ના થાય તેની તકેદારી લેવાય છે. સિલિન્ડરની ગુણવત્તા ચકાસવામાં આવે છે, આ તકેદારી ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં રાખવામાં આવતી નથી. ગુજરાતમાં ઓક્સિજનની અછત સર્જાઈ એવામાં કેટલાક ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા કેટલાક સપ્લાયરો દ્વારા ૯૫ ટકા આસપાસ જ રખાઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે.

ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા સિવાય જે ટકાવારી બાકી રહે છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઈડ, મિથેન જેવા ગેસ ભેળસેળ થાય છે. ઓક્સિજન સિવાય સિલિન્ડરમાં અન્ય ગેસ ભેળસેળ થતા અને યોગ્ય એસઓપીનું ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડરમાં પાલન ના થતા મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા હોવાની ચર્ચા તબીબી આલમમાં થઈ રહી છે.

મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરતા લાલન એર પ્યોરોફાયરના પ્રણવ શાહે પણ ઓક્સિજનની શુદ્ધતાને લઈ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યાએ માટે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા જાે ઓછી રહી હોય તો એ એક તપાસનો વિષય છે, જેનો અભ્યાસ થવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.