Western Times News

Gujarati News

ઈન્ડિયન આઇડલ પર રેમ્પ વોક કરતા નેહાને ઈજા થઈ

મુંબઈ: આ વર્ષે ઓક્ટોબરમાં રોહનપ્રિત સાથે લગ્ન પછી નેહા કક્કર કામ પર પરત ફરી ચૂકી છે. તેણે ઇન્ડિયન આઇડલ ૨૦૨૦નું શૂટિંગ પણ શરું કરી દીધું છે. નેહા આ શોના સેટ પર ઘણીવાર મજાક મસ્તી કરતા જાેવા મળી છે. તેના આવા ઘણા વીડિયો સામે આવ્યા છે. હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની સાથે તેની જુગજબંદી શોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ હાલમાં જ ઇન્ડિયન આઇડલ ૧૨ એટલે કે ઇન્ડિયન આઇડલ ૨૦૨૦ના સેટ પર નેહા કક્કરને મજાક મસ્તી કરવામાં ઈજા થઈ ગઈ હતી.

ઈજા એટલી જાેરદાર હતી કે અચાનક જ પોતાનો હાથ પકડીને નેહા બેસી ગઈ. વીડિયોમાં દેખાય છે તેમ નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાણી સ્ટાઇલમાં રેમ્પવોક કરતા કરતા આગળ વધે છે. તેવામાં જેવો હિમેશ રેશમિયા કુદકો મારીને ઉછળતા ઉછળતા આગળ વધવા જાય છે કે તેનો હાથ નેહાની કોણી સાથે જબરજસ્ત રીતે ભટકાય છે. જે બાદ નેહા પોતાની કોણી પકડીને રેમ્પ વોક છોડી પાછળ જઈને બેસી જાય છે.

નેહાના ચહેરાના એક્સપ્રેશન જાેઈને એવું જ લાગે છે કે તેને દુખાવો થયો હશે. જાેકે તે તરત જ હસવા લાગે છે. આ વીડિયોને નેહા કક્કરે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે ‘આ અમારો સૌથી ફની અને ક્યૂટ વીડિયો છે.’ આ સાથે પોતાની પોસ્ટમાં તેણે હિમેશ રેશમિયા અને વિશાલ દદલાણીને પણ ટેગ કર્યા છે.

થોડા દિવસો પહેલા સોની ચેનલે પોતાના હેન્ડલ પરથી નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાણીનો વીડિયો શેર કર્યો છે. જેમાં ત્રણેય ઇન્ડિયન આઇડલ ૧૨ના સેટ પર ખૂબ જ ચિત્ર-વિચિત્ર સવાલોની ક્વિઝ રમતા જાેવા મળ્યા છે. જેમાં નેહા હિમેશને પૂછતી જાેવા મળે છે કે શું તેણે ક્યારેય સ્વીમિંગ પૂલમાં સૂસૂ કે પોટી કરી છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.