Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલની કડવી હકીકત આદિત્યએ સ્વીકારી

મુંબઈ: તે હકીકતને કોઈ નકારી શકે નહીં કે ઈન્ડિયન આઈડલ ૧૨ ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ચાલેલા રિયાલિટી શોમાંથી એક છે. આ સિંગિંગ શો ગયા વર્ષના નવેમ્બર મહિનામાં શરુ થયો હતો. છેલ્લા આઠ મહિનામાં શોએ ઘણા ઉતાર-ચડાવ જાેયા છે. ઘણીવાર શોના કન્ટેસ્ટન્ટ્‌સ ટ્રોલ થયા તો કેટલીકવાર જજ નિશાને આવ્યા. આટલું જ નહીં મેકર્સ પર પણ દર્શકો ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે.

ઈન્ડિયન આઈડલ ૧૨ તેના ફિનાલેથી થોડા જ અઠવાડિયા દૂર છે, ત્યારે હોસ્ટ આદિત્ય નારાયણે શોને વારંવાર ટ્રોલ કરનારને આ઼ડેહાથ લીધા છે. વાતચીત કરતાં સોશિયલ મીડિયા પર મળી રહેલી ટીકા અંગે આદિત્ય નારાયણે કહ્યું ‘પ્રામાણિકતાથી કહું તો ઓનલાઈન ટ્રોલર્સ વિશે મારે કંઈ કહેવું નથી કારણ કે તેમની પાસે કહેવા માટે કંઈ સારું હોતું નથી. આ તેમની માનસિકતા દર્શાવે છે. જાે તમારા દિલમાં પ્રેમ હશે તો તમે પ્રેમથી વાત કરશો, જાે તમારી અંદર નફરત હશે તો ગંદી વાતો કરશો. ઈન્ડિયન આઈડલ ૧૨ સ્ક્રીપ્ટેડ હોવાનું દર્શકો કહી રહ્યા છે.

ત્યારે આ વાત સ્વીકારતાં આદિત્ય નારાયણે કહ્યું ટેલિવિઝનના ઈતિહાસમાં એવો કોઈ પણ શો નથી જે સ્ક્રિપ્ટેડ નથી. સ્ક્રિપ્ટ વગર કોઈ શો હોતો નથી. તેથી, જાે તમે કહેતા હો કે શો સ્ક્રિપ્ટેડ છે, તો હું તેમ કહીશ કે દરેક શો સ્ક્રિપ્ટેડ હોય છે. આ શોનો ફ્લો હોય છે અને શોને ચલાવવો જરૂરી છે. તેથી, જાે કોઈ વ્યક્તિને લાગે કે, તેના ધાર્યા પ્રમાણે શો નથી ચાલી રહ્યો, તો શો સ્ક્રિપ્ટેડ બની જાય છે. હે ને?. આદિત્યએ તેમ પણ કહ્યું કે, દરેક વ્યક્તિને ખુશ રાખવા શક્ય નથી. જાે કે, તેઓ દર્શકો તરફથી મળતા ફીડબેકને માન આપે છે. તેણે આગળ ઉમેર્યું હતું કે, મંદીના આ સમયમાં ઈન્ડિયન આઈડલ ૧૨ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા લોકો માટે રોજગાર ઉભું કરવામાં સક્ષમ રહ્યું છે. જાે આ જ લોકો તેમના પર વધારે પ્રેમ વરસાવશે તો શોને વધારે સફળતા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.