ઈન્ડિયન આઈડલ ફેમ કાંબલેએ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ની સેકન્ડ રનર-અપ રહેલી સિંગર સાયલી કાંબલેએ હાલમાં જ સગાઈ કરી છે. સાયલી કાંબલેએ બોયફ્રેન્ડ ધવલ સાથે પરિવારજનો અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી હતી. સાયલી અને ધવલની ખુશીમાં સામેલ થવા ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના તેના મિત્રો પણ હાજર રહ્યા હતા. સાયલી કાંબલે અને ધવલ ખાસ્સા ટાઈમથી રિલેશનશીપમાં છે અને હવે તેઓ પોતાના સંબંધને એક ડગલું આગળ લઈ ગયા છે.
સાયલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધવલ સાથેની સગાઈના અનેક વિડીયો શેર કર્યા છે. સાયલી કાંબલ અને ધવલ બંનેએ એકબીજાને ઘૂંટણિયે બેસીને વીંટી પહેરાવી હતી. પહેલા ધવલે ઘૂંટણિયે બેસીને સાયલીને રિંગ પહેરાવી અને ત્યાર પછી સાયલી તેને રિંગ પહેરાવા નીચે બેસતાં તે ફરીથી નીચે બેસી ગયો હતો.
ધવલને રિંગ પહેરાવ્યા પછી સાયલી ભાવુક થઈ હતી ત્યારે ધવલે તેના આંસુ લૂછ્યા હતા. કપલનો આ ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સગાઈના વેન્યૂ પર સાયલી અને ધવલે શાનદાર એન્ટ્રી કરી હતી. ત્યારે બધા જ મહેમાનોની નજર તેમના પર ચોંટી ગઈ હતી. સગાઈ કર્યા બાદ સાયલી અને ધવલે કેક કાપીને એકબીજાને ખવડાવી હતી.
આ દરમિયાન ‘ઈન્ડિયન આઈડલ ૧૨’નો સાયલીનો બેસ્ટ ફ્રેન્ડ નિહાલ અને નચિકેત લેલે પણ તાળીયો પાડતા જાેઈ શકાય છે. સગાઈ કર્યા બાદ સાયલી અને ધવલ મન મૂકીને ડાન્સ પણ કર્યો હતો. તેમનું ધમાકેદાર પર્ફોર્મન્સ જાેઈને ત્યાં હાજર સૌ ખુશ થઈ ગયા હતા. સાયલી અને ધવલની સગાઈમાં ઈન્ડિયન આઈડલ ૧૨’માંથી નિહાલ, નચિકેત ઉપરાંત અંજલી ગાયકવાડ, અનુષ્કા બેનર્જી અને નંદિની પણ હાજર રહ્યા હતા.
અંજલીએ ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ની ગેંગ સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. તસવીરો શેર કરતાં તેણે લખ્યું હતું, ‘ઘણાં દિવસો બાદ જ્યારે મળ્યા મિત્રો.
આ ઉપરાંત કોરિયોગ્રાફર પુનિત પાઠકની પત્ની કે જે ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ની ક્રિએટિવ ટીમનો ભાગ હતી તે પણ સગાઈમાં હાજર રહી હતી. સાયલી અને ધવલની સગાઈમાં ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના જજ રહી ચૂકેલા અનુ મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સાયલીની સગાઈ દરમિયાનની તેમની તસવીર વાયરલ થઈ રહી છે. બે દિવસ પહેલા જ સાયલીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં ધવલ તેને લગ્ન માટે રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરતો જાેવા મળી રહ્યો છે.SSS