ઈન્ડિયન આઈડલ ૧૨માં આદિત્ય નારાયણની રી-એન્ટ્રી
અનુ મલિક વિવાદો વચ્ચે જજ તરીકે દેખાશે-પોપ્યુલર સિંગર આદિત્ય નારાયણ છેલ્લા થોડા સમયથી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨માંથી ગાયબ હતો
મુંબઈ, પોપ્યુલર સિંગર આદિત્ય નારાયણ છેલ્લા થોડા સમયથી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨માંથી ગાયબ હતો. આદિત્ય નારાયણનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે શોથી દૂર હતો. જાે કે, હવે સિંગર-એક્ટર આદિત્ય નારાયણ કોરોનાથી સાજાે થઈ ગયો છે અને ‘ઈન્ડિયન આઈડલ ૧૨ના સેટ પર પરત ફર્યો છે.
આદિત્ય નારાયણે હાલમાં જ એપિસોડનું શૂટિંગ કર્યું હતું અને બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતો હતો. ઈન્ડિયન આઈડલના આગામી એપિસોડમાં આદિત્ય તો પાછો આવશે સાથે શોમાં અન્ય કેટલાક ફેરફાર પણ જાેવા મળશે. આગામી એપિસોડમાં શોના જજમાં ફેરફાર થવાનો છે. શોના જજ નેહા કક્કડ, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા આગામી એપિસોડમાં નહીં જાેવા મળે.
તેમના સ્થાને મ્યૂઝિક ડાયરેક્ટર અનુ મલિક અને ગીતકાર મનોજ મુંતશીર જજની ખુરશી સંભાળતા જાેવા મળશે. અનુ મલિક ઈન્ડિયન આઈડલની અગાઉની સીઝનમાં જજ તરીકે જાેવા મળ્યા હતા પરંતુ તેમના પર મી ટુનો આરોપ લાગ્યા પછી રિપ્લેસ કરાયા હતા. જાે કે, હવે મીટુનો મામલો ઠંડો પડી જતાં અનુ મલિકને પાછા બોલાવાયા હોય તેવું લાગી રહ્યું છે.
હાલ મહારાષ્ટ્રમાં લોકડાઉનના કારણે સીરિયલો અને ફિલ્મોના શૂટિંગ બંધ છે. એવામાં ઘણી સીરિયલો મુંબઈની બહાર શૂટિંગ કરી રહી છે. ત્યારે ઈન્ડિયન આઈડલની ટીમ પણ દમણમાં શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં જ એપિસોડનું શૂટિંગ દમણમાં કરવામાં આવ્યું છે. આ તરફ આદિત્ય નારાયણ કોરોના સંક્રમિત થયો હતો ત્યારે તેના બદલે એક્ટર ઋત્વિક ધનજાની અને જય ભાનુશાળીએ ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના અમુક એપિસોડ શૂટ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આદિત્ય અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ ૩ એપ્રિલની આસપાસ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. કપલે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાણકારી આપી હતી.