ઈન્ડિયન આઈડલ ૧૨ રિત્વિક ધનજાની હોસ્ટ કરશે
મુંબઈ: બોલિવુડ અને ટેલિવુડના ઘણાં સેલિબ્રિટીઝ છેલ્લા થોડા દિવસોમાં કોરોનાનો શિકાર થયા છે. શનિવારે જ ઈન્ડિયન આઈડલ ૧૨’ના હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણે ખુલાસો કર્યો હતો કે તેનો અને તેની પત્ની શ્વેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આદિત્ય હાલ હોમ ક્વોરન્ટીન છે. આદિત્ય સાજાે થાય ત્યાં સુધી ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ હોસ્ટ કરવા માટે કોઈ બીજા કલાકારની જરૂર પડશે. આદિત્ય પોઝિટિવ આવ્યાની જાણ થતાં જ શોના મેકર્સ તેનું રિપ્લેસમેન્ટ શોધવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.
હવે મળી રહેલી માહિતી મુજબ આદિત્યની જગ્યા લેનારા એક્ટરને સિંગિગ રિયાલિટી શોના મેકર્સે ફાઈનલ કરી દીધો છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જાણવા મળ્યું છે કે, આદિત્યના બદલે આગામી અઠવાડિયાઓ સુધી એક્ટર રિત્વિક ધનજાની શો હોસ્ટ કરશે. ઈન્ડિયાઝ ‘બેસ્ટ ડ્રામેબાઝ’, ‘નચ બલિયે ૭’ અને ‘સુપર ડાન્સર’ સહિત અનેક રિયાલિટી શો હોસ્ટ કરી ચૂકેલા રિત્વિક પર પ્રોડક્શન હાઉસે પસંદગી ઉતારી છે. ૩-૪ એપ્રિલે પ્રસારિત થયેલા ઈન્ડિયન આઈડલના એપિસોડમાં આદિત્યના બદલે એક્ટર જય ભાનુશાળીએ શો હોસ્ટ કર્યો હતો.
જાે કે, એ વખતે આદિત્ય કોઈ અન્ય પ્રોજેક્ટ માટે વિદેશ ગયો હોવાથી જય ભાનુશાળી તેના સ્થાને આવ્યો હતો. ઈન્ડિયન આઈડલ સાથે જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું, રિત્વિકે ઘણાં રિયાલિટી શો હોસ્ટ કર્યા છે. તે સરળતાથી કન્ટેસ્ટન્ટ અને જજ સાથે વાત કરી છે. ત્યારે આદિત્યના સ્થાને તેને લેવો ઉત્તમ પસંદગી છે. રિત્વિક ધનજાનીએ પણ આ ન્યૂઝ કનફર્મ કર્યા છે. તેણે કહ્યું, હું માત્ર એક વીકએન્ડ પર આદિત્યના બદલે આવીશ.
હું ૫ એપ્રિલે શો માટે શૂટિંગ કરીશ. મેં ઈન્ડિયન આઈડલ ૧૨ના જજ નેહા કક્કડ, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથે અગાઉ પણ કામ કર્યું છે. શો તરફનો મારો પ્રતિભાવ ફેન તરીકેનો હશે. મારા માતાપિતા આ શો નિયમિતપણે જાેવે છે. હું જેવો છું તેવો જ શોમાં દેખાવાનું પસંદ કરીશ. શો માટે કોઈ ખાસ તૈયારી નથી. બસ હું કામને માણીશ અને કદાચ આ જ તેને કરવાની યોગ્ય રીત છે”, તેમ રિત્વિકે ઉમેર્યું. રિત્વિક થોડા દિવસ પહેલા જ માલદીવ્સમાં વેકેશન ગાળીને આવેલા એક્ટરે શૂટિંગ શરૂ કરતાં પહેલા કોવિડ ટેસ્ટ કરાવી લીધો છે. તેણે કહ્યું, “ગઈકાલે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.