ઈન્ડિયન એમ્બેસીએ યુક્રેન સીમાની 30 કિલોમીટર અંદર ઘૂસી સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓને કાઢ્યા
કિવ, યુક્રેન પર રશિયાના હુમલા પછી પોલેન્ડ બોર્ડર પહેલાં ભારતીય વિદ્યાર્થીઓએ ઘણા કિલોમીટર સુધી ચાલીને આવવું પડતું હતું. પછીથી સમાચાર પણ આવવા લાગ્યા કે યુક્રેન બોર્ડર પોલીસ ભારતીયોને ટોર્ચર કરી રહી છે, એવામાં પોલેન્ડમાં ભારતીય એમ્બેસીએ એવા મિશનને શરૂ કર્યું, જે યુદ્ધની સ્થિતિમાં શક્ય જ નહોતું.
એમ્બેસીએ ભારતીયોને લાવવા માટે યુક્રેન બોર્ડરની અંદર ઘૂસવાનો નિર્ણય લીધો છે. સતત બગડી રહેલી સ્થિતિ અને ગોળીબાર વચ્ચે આ વાત શક્ય નહોતી. મિશન એવું હતું કે યુક્રેનમાં 30 કિલોમીટર અંદર ઘૂસવું અને તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢીને પોલેન્ડ પહોંચાડવા.
એમ્બેસીની સાથે આ મિશનને લીડ કરનાર ભારતીય મૂળના બિઝનેસમેન અમિત લાથે જણાવ્યું હતું કે પોલેન્ડમાંથી 444 ભારતીય વિદ્યાર્થીને મંગળવારે સાંજે ભારત માટે રવાના કરવામાં આવ્યા છે.