ઈન્ડિયન ઓઈલના #ટ્રીચીયર્સ અભિયાનને ગ્રાહકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
આ હરિત પહેલ હેઠળ ઈન્ડિયન ઓઈલ દ્વારા 2.26 લાખ વૃક્ષોની વાવણી કરાશે
અમદાવાદ, દેશમાં પર્યાવરણ સંરક્ષણ અંગેની જાગરુકતા તથા વનીકરણને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરેલી #ટ્રીચીયર્સ(#TreeCheers) નામનીઅનોખી પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડતા જ તે અત્યંત સફળ બની રહી છે. 12-16 નવેમ્બર, 2020 દરમિયાન ચાલેલા આ અભિયાન દરમિયાન 2.26 લાખથી વધુ ગ્રાહકોએ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર તેમના નવા વાહનમાં ઈઁધણ પુરાવ્યું હતું.
આ પહેલ અંતર્ગત ઈન્ડિયન ઓઈલઅભિયાનના સમયગાળા દરમિયાન પેટ્રોલ પંપ પરથી પોતાના નવા વાહનોમાં ઇંધણ પુરાવનારા કાયમી ગ્રાહકો વતી વૃક્ષારોપણ કરે છે. આ અભિયાનના અંત સુધીમાં આશરે 1.17 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના એક લાખથી વધુ વૃક્ષોને રોપવાની કામગીરી ચાલી રહી છે.
વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ દૂર કરી ઓક્સિજનનું ઉત્સર્જન કરવા ઉપરાંત વૃક્ષો ગ્લોબલ વોર્મિંગની અસર હળવી બનાવવામાં પણ ઉપયોગી પુરવાર થઈ સ્વચ્છ અને તંદુરસ્ત હવામાન પુરું પાડે છે. # ટ્રીચીયર્સ અભિયાની જ્વલંત સફળતા બદલ તમામ હિસ્સેદારોનો આભાર વ્યક્ત કરતાં ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું હતું કે એક જવાબદાર કંપની તરીકે ઈન્ડિયન ઓઈલ વાતાવરણની જાળવણી માટે પ્રતિબદ્ધ છે.
આટલા મોટા પાયે હાથ ધરાયેલા વૃક્ષારોપણની મદદથી દેશમાં પ્રદુષણ ઘટાડવામાં તથા વનીકરણને વધારવામાં મદદરૂપ બની રહેશે. આ 2.26 લાખ વૃક્ષો 1.36 લાખ ટન્સ જેટલું CO2e કાર્બન સીક્વેસ્ટ્રેશન હાંસલ કરશે. તહેવારોની આ સિઝન દરમિયાન અમારા ગ્રાહકોએ # ટ્રીચીયર્સ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાગ લઈ પર્યાવરણની જાળવણી અંગેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. હું તમામ ભારતવાસીઓનો આભાર માનું છું.
આ અભિયાનમાં ભાગ લેનારા તમામ ગ્રાહકોને પર્યાવરણની જાળવણીમાં દાખવેલા રસ બદલ એક વેલકમ લેટર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલ દ્વારા તેમને બોનસ રિવોર્ડ્સ પોઈન્ટ્સ સહિતની કંપનીના લોયલ્ટી કાર્યક્રમ એક્સટ્રા રિવોર્ડ્ઝની માનદ મેમ્બરશિપ પણ ઓફર કરાઈ હતી. આ રિવોર્ડ્સ પોઈન્ટ્સ તેઓ ઈન્ડિયન ઓઈલના કોઈપણ પેટ્રોલ પંપ પર નિઃશુલ્ક ઈંધણ રિફિલ કરાવવા રિડીમ કરી શકે છે.
ઇન્ડિયન ઓઇલ પર્યાવરણ પ્રત્યે જાગરુકતા ધરાવતી કંપની છે, અને તેણે તેના સંચાલન સ્થળો/ ઇન્સ્ટોલેશનની નજીક પર્યાવરણની જાળવણી માટે કેટલીક મોટી પહેલ હાથ ધરી છે. તેની ઓપરેટિંગ રિફાઈનરીઝ નજીક ઈકોલોજિકલ પાર્ક ઉપરાંત ઈન્ડિયન ઓઈલે ‘લંગ્સ ઓફ સિટી’ નામે શહેરી વનીકરણની પહેલ શરૂ કરી હતી જે અંતર્ગત 2019-20માં દેશના 13 શહેરોમાં 80,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.