ઈન્ડિયન હોકી ટીમ 1975 પછી પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/hockey2.jpg)
ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને ૩-૧થી હરાવ્યું
ટોકિયો, ભારતીય હોકી ટીમે 1975 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને ૩-૧થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે દિલપ્રીત સિંહે ૭મી મિનિટે, ગુરજંત સિંહે ૧૬મી અને હાર્દિક સિંહે ૫૭મી મિનિટે ગોલ કર્યા હતા. ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે.
૧૯૭૨ ઓલિમ્પિકમાં સેમીફાઇનલ ફોર્મેટમાં હોકી રમી હતી. ત્યારપછી ૧૯૭૬માં ટીમ ઈન્ડિયા નોકઆઉટમાં નહોતી પહોંચી હતી. ૧૯૮૦માં ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો, પરંતુ આ ઓલિમ્પિકમાં સેમીફાઇનલ ફોર્મેટ નહોંતું. જેમાં ગ્રપુ સ્ટેજ બાદ પોઇન્ટવાળી ૨ ટીમ સીધી ફાઇનલ મેચ રમી હતી.
ભારતીય પુરુષ હોકી ટીમ ૪૯ વર્ષ બાદ સેમીફાઇનલમાં પહોંચી છે. છેલ્લી વખત ૧૯૮૦મા ટીમ ટોપ-૪મા પહોંચી હતી અને પછી ફાઇનલ મેચમાં ભારતે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ત્યારપછી ટીમ ક્યારેય ટોપ-૪મા પહોંચી શકી નથી.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/hockey1975-1024x768.jpg)
ભારત અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા અને બ્રિટન છઠ્ઠા નંબરે છે. ઓલિમ્પિકમાં બંને ટીમો આઠ વખત સામ-સામે છે. ભારત અને બ્રિટન બંનેએ ૪-૪ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા અત્યારે શાનદાર ફોર્મમાં છે. ટીમે પૂલ તબક્કામાં ૫માંથી ૪ મેચ જીતી છે. આ દરમિયાન ભારતે ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આજેર્ન્ટિનાની ટીમને પણ હરાવી હતી.
તેમણે ઓસ્ટ્રેલિયા સામે માત્ર હાર મળી. બ્રિટનની ટીમે પૂલ તબક્કામાં ૫માંથી માત્ર ૨ મેચ જીતી છે. બ્રિટનની ટીમ જર્મની સામે હારી ગઈ હતી અને નેધરલેન્ડ અને બેલ્જિયમ સામે પૂલ તબક્કાની છેલ્લી બે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને બ્રિટન બે વખત આમને-સામને આવ્યા હતા. ત્યારબાદ ભારતે ગ્રુપ સ્ટેજમાં બ્રિટનને ૪-૩થી હરાવ્યું હતું. જાેકે, ત્યારપછી ઇંગ્લિશ ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતને ૨-૧થી હરાવ્યું હતું. ગ્રેટ બ્રિટને ૧૯૮૮ની સિઓલ ઓલિમ્પિક્સથી હોકીમાં મેડલ જીત્યો નથી.
૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઈ હતી. ભારત અને બ્રિટન ૧૯૪૮ ઓલિમ્પિકમાં અંતિમ મેચ રમ્યા હતા. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્વતંત્ર ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો. ટીમ ઇન્ડિયાએ ૧૯૫૨ અને ૧૯૬૦ ઓલિમ્પિકની નોકઆઉટ મેચોમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું. આના સિવાય ભારતે ૧૯૭૨ ઓલિમ્પિકના ગ્રુપ સ્ટેજમાં બ્રિટનને હરાવ્યું હતું.
આ ૧૯૭૨ પછી પહેલીવાર એવું થયું છે કે ઈન્ડિયન ટીમ પૂલ સ્ટેજમાં ૪ કે તેથી વધુ મેચ જીતી હોય. ૧૯૭૨ ઓલિમ્પિકમાં ઈન્ડિયાએ પૂલ સ્ટેજમાં ૭માથી ૫ મેચ જીતી હતી. ત્યારપછી ૨૦૧૬ ઓલિમ્પિક સુધી ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમા ૩થી વધુ મેચ જીતી શક્યું નથી. ૧૯૮૪થી ૨૦૧૬ સુધી તો ઈન્ડિયન ટીમ ગ્રુપ સ્ટેજમાં ક્યારેય પણ ૨થી વધુ મેચ જીતી શકી નથી.