ઈન્ડિયા ગેટ ખાતે સુભાષચંદ્ર બોઝની ભવ્ય મૂર્તિની સ્થાપનાં થશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
પીએમ મોદીએ ટિ્વટ કરીને આ જાણકારી આપી હતી. પીએમ મોદીએ આ જાહેરાત એવા સમયે કરી હતી જ્યારે ભારત સરકારે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ ખાતે પ્રજ્વલિત જયોતને વોર મેમોરિયલ ખાતે મર્જ કરવાણું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ર્નિણય પર કોંગ્રેસ સહિત વિરોધપક્ષોએ નિશાન સાધ્યું હતું.HS