ઈન્ડીયન-૨માં અક્ષય કુમાર વિલનનો રોલ કમલ હાસનની અપોઝીટ નિભાવશેે
મુંબઈ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર જેમણે તાજેતરમાં શંકરની ફિલ્મ ‘૨.૦’માં રજનીકાંતની અપોજિટ વિલનની ભૂમિકા નિભાવી હતી, હવે એકવાર ફરી આવા જ રોલમાં જોવા મળશે. જો મળતા અહેવાલોનું માનવામાં આવે તો અક્ષય આ વખતે નેગેટિવ કેરેક્ટર શંકરની જ ફિલ્મ ઈન્ડીયન-૨ માંં કમલ હાસનના અપોજિટ નિભાવશે.
આ મેગા બજેટ ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઇન્ડિયન’ની જ રીમેક હશે. જેમાં કમલ હાસન જ લીડ રોલમાં હશે. ગયા મંગળવારે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. રીપોર્ટ અનુસાર શંકરે આ રોલ માટે પહેલા અજય દેવગનનો સંપર્ક કર્યો હતો. ફિલ્મમાં આ રોલ એક પોલીસ ઓફિસરનો છે. પરંતુ અમુક કારણોસર અજય આ ફિલ્માં આવી શક્ય નથી.
સુત્રોના અનુસાર ફિલ્મ ‘૨.૦’ પૂર્ણ થયાતા જ અક્ષય અને શંકર વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ છે. આ દરમિયાન બંને ફરી સાથે કામ કામણ કરવાની વાત કરી. આપને જણાવી દઈએ કે ગત વર્ષે ૨૯ નવેમ્બરના રોજ ફિલ્મ ‘૨.૦’ રિલીઝ થઇ હતી અને અત્યારે સુધીની ભારતીય ઈતિહાસમાં બનેલી સૌથી મોંધી ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.HS