ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે
નવીદિલ્હી: આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. કોરોનાવાયરસે દુનિયાભરનાં લગભગ તમામ દેશોને પ્રભાવિત કર્યુ છે. ત્યારે જાે એશિયાની વાતી કરીએે તો અહી હવે ઈન્ડોનેશિયામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જે હવે ચિંતાનુ કારણ બન્યુ છે.
ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. વળી અહી ભારતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાનની પરિસ્થિતિ ઉભી થઈ ગઇ છે.
ઈન્ડોનેશિયામાં ૫૪,૫૧૭ નવા કોવિડ-૧૯ કેસ મળી આવ્યા છે. ઈન્ડોનેશિયામાં એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ હોવાનો આ રેકોર્ડ છે, કેસોમાં ઝડપી વધારાને કારણે, ઈન્ડોનેશિયા એશિયાનું નવું કોરોના હબ બની ગયું છે. ઈન્ડોનેશિયા વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. દેશની કુલ વસ્તી ૨૭ કરોડથી વધુ છે. અહી એક દિવસમાં એટલા કોરોનાનાં દર્દીઓ સામે આવી રહ્યા છે, જેટલા ગત મહિનામાં ભારતમાં સામે આવતા હતા. જાે સંક્રમણનો આ ઝડપી તબક્કો ચાલુ રહે છે, તો પરિસ્થિતિ બેકાબૂ બની શકે છે. શનિવારે બહાર પાડવામાં આવેલા એક સર્વે રિપોર્ટ મુજબ, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. ગયા અઠવાડિયે અહી ઇમરજન્સી લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.
અધિકારીઓનું કહેવું છે કે, જાે પરિસ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રણમાં નહીં આવે તો દેશની આરોગ્ય વ્યવસ્થા જાેખમમાં મુકાઈ શકે છે. જાે સમયસર કોરોનાનાં કેસોને નિયંત્રિત ન કરવામાં આવે તો પરિસ્થિતિ ભયાનક બની શકે છે. ઈન્ડોનેશિયાનાં આરોગ્ય મંત્રી બૂદી સાદિકિને કહ્યું હતું કે, દેશભરની ઘણી હોસ્પિટલોમાં બેડ્સ હજી ખાલી છે, પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ્સ ફાટી નીકળવાનાં કારણે ઘણા પ્રાંતોમાં કોરોના સંક્રમણનાં કેસો ખૂબ વધારે છે. જાપાની અખબાર નિક્કેઈ એશિયાનાં જણાવ્યા અનુસાર મંગળવારે ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનાં ૪૭,૮૯૯ નવા કેસ નોંધાયા છે. વળી, સોમવારે ૪૦,૪૨૭ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા.