ઈન્ડોનેશિયામાં ચાઈનિઝ રસી બાદ ૩૫૦ હેલ્થ વર્કર પોઝિટિવ

Files Photo
જાકાર્તા: ચીનમાંથી નીકળેલા અને દુનિયાના બીજા દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે હવે દુનિયાના વિવિધ દેશો વેક્સિન પર ફોકસ કરી રહ્યા છે.
બીજા દેશોની સાથે ચીને પણ કોરોનાની વેક્સિન બનાવી છે. જાેકે ચીનની કોરોના વેક્સિનની ગુણવત્તા ફરી એક વખત શંકાના ઘેરામાં આવી છે. ઈન્ડોનેશિયામાં ચીનમાં બનેલી વેક્સિન લોકોને લગાવવામાં આવી હતી. આ વેક્સિન લગાવ્યા પછી પણ ૩૫૦ હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ થયા છે. આ પૈકીના બે ડઝનને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થવાનો વારો આવ્યો છે.
સમાચાર એજન્સીના કહેવા પ્રમાણે ઈન્ડોનેશિયાના કેટલાક હિસ્સામાં કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટના કેસ વધી રહ્યા છે ત્યારે તેના પર ચીનની વેક્સિન કેટલી પ્રભાવશાળી છે તે અંગે સવાલ ઉભા થયા છે. કારણકે મધ્ય જાવાના આ હિસ્સામાં ડઝનબંધ કોરોના હેલ્થ વર્કર્સ બિમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરીને ઓક્સિજન આપવાની જરૂર પડી હતી.
ઈન્ડોનેશિયામાં પણ બાકીના દેશોની જેમ વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ હતી. જેમાં મોટાભાગનાને ચીનની દવા કંપની સિનોવેક દ્વારા બનાવાયેલી કોરોના વેક્સિન આપવામાં આવી છે. જાેકે વેક્સીનેશનના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોવિડથી મરનારા લોકોની સંખ્યા જાન્યુઆરીમાં ૧૫૮ હતી.જે હાલમાં ઘટીને ૧૩ થઈ ચુકી છે.
જાણકારોનુ જાેકે કહેવુ છે કે, વેક્સિન લગાવ્યા બાદ પણ હોસ્પિટલમાં ભરતી થવાનો વારો આવે તે બાબત ચિંતાજનક છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપીને દાવો કર્યો છે કે, તેના કારણે ૫૧ ટકા લોકોને બીમાર પડતા રોકી શકાયા છે.