ઈન્ડોનેશિયામાં ફરી ધરા ધ્રુજી, સુમાત્રામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ
જકાર્તા, ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં શુક્રવારે ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે પડોશી સિંગાપોર અને મલેશિયામાં ઇમારતોને ધ્રુજાવી દીધી હતી. દેશની હવામાનશાસ્ત્ર, ભૂ-ભૌતિક એજન્સીએ ટિ્વટર પર જણાવ્યું હતું કે, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે ૮ઃ૩૯ કલાકે આવ્યો હતો અને તેનું એપીસેન્ટર રીજન્સીના લગભગ ૧૭ કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.તે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ થયું હતું જાેકે સુનામીના કોઇ એંધાણ નથી.
ઇન્ડોનેશિયાના ૧૭,૦૦૦ ટાપુઓ ધરતીકંપની સંભાવના ધરાવે છે કારણ કે, આ દેશ પેસિફિક રિંગ ઑફ ફાયર, ફોલ્ટ લાઇન અને જ્વાળામુખીની ઘેરાયેલો છે જે વારંવાર ધરતીકંપનું કારણ બને છે.HS