Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયામાં ૬.૨ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો

નવીદિલ્હી, ઈન્ડોનેશિયામાં આજે ભૂકંપનાં જાેરદાર આંચકા અનુભવાયા હતા. ટોબેલોથી ૨૫૯ કિલોમીટરનાં અંતરે ઉત્તર દિશામાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. અમેરિકાનાં જિયોલોજિકલ સર્વેથી મળેલી માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬ નોંધવામાં આવી છે.

રવિવારે મધ્ય ઈન્ડોનેશિયાનાં ઉત્તર સુલાવેસી પ્રાંતમાં ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાે કે રાહતની વાત એ રહી કે અહી કોઈ જાનહાનિ અથવા નુકસાન થયું નથી. આ જાણકારી અધિકારીઓએ આપી હતી. હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને જીઓફિઝિક્સ એજન્સીનાં ધરતીકંપ અને સુનામી મિટિગેશન વિભાગનાં વડાએ ફોન પર સિન્હુઆને જણાવ્યું હતું કે, ઝટકાનાં કારણે સુનામી આવી નથી.

આ ભૂકંપ રવિવારે (૨૩.૪૭ ય્સ્‌ શનિવાર) સાંજે ૬.૪૭ વાગ્યે જકાર્તામાં આવ્યો હતો, તેનું કેન્દ્ર મેલોન્ગુઆન શહેરથી ૧૪૭ કિમી દક્ષિણપૂર્વમાં અને સમુદ્ર સપાટીથી નીચે ૧૫૭ કિમીની ઊંડાઈ પર હતું. આ જાણકારી અધિકારીએ આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, નજીકનાં ઉત્તરી માલુકુ પ્રાંતનાં મોરોતાઈ ટાપુઓ પર ભૂકંપની તીવ્રતા ૩ એમએમઆઈ (મોડિફાઈડ મર્કેલી ઈન્ટેન્સિટી) અનુભવાઈ હતી.

ઉત્તરી માલુકુ પ્રાંતનાં ઇમરજન્સીનાં એકમનાં વડા યુસરી અબ્દુલ કાસિમે જણાવ્યું હતું કે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મરોતાઈ ટાપુઓ પર નુકસાન અથવા જાનહાનિનાં કોઈ પ્રાથમિક અહેવાલો નથી, પરંતુ ટાપુઓનાં દરિયાકાંઠાનાં વિસ્તારો દરિયાનાં પાણીમાં લગભગ ૧ મીટર ડૂબી ગયા હતા.

તેણે સિન્હુઆ ન્યૂઝ એજન્સીને ફોન પર જણાવ્યું કે મોરોતાઈ ટાપુઓમાંથી ઘરોને નુકસાન કે ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી, પરંતુ ડઝનબંધ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉત્તરી માલુકુ પ્રાંતનાં શોધ અને બચાવ કાર્યાલયનાં વડા મુહમ્મદ અરાફાએ જણાવ્યું હતું કે મરોતાઈ ટાપુઓમાં સ્થિતિ સુરક્ષિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.