ઈન્દોરમાં કલમ 144 લાગૂ હોવા છતાં પણ પ્રદર્શનઃ સુમિત્રા મહાજન સહિત અન્ય નેતાઓની ધરપકડ
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કલમ 144 લાગુ હોવા છતાં પણ પ્રદર્શન કરી રહેલા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત ભાજપના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારના રોજ ધરપકડ કરાયેલા નેતાઓમાં ભાજપના અધ્યક્ષ રાકેશ સિંહનો પણ સમાવેશ થાય છે. ઈન્દોરના કલેક્ટર કાર્યાલય પર ભાજપના નેતાઓ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે પોલીસે અહીં આ નેતાઓની ધરપકડ કરી છે.
મધ્ય પ્રદેશમાં માફિયા વિરુદ્ધ વિદ્રોહના નામે સરકાર ભાજપ નેતાઓ પર વેરભાવ રાખવાનો આરોપ ભાજપ લગાવી રહ્યું છે. જેને લઈ ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓ પ્રદર્શન કરી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોના દેવા માફી અને બેરોજગારો ભથ્થા નહીં આપવાને લઈ ભાજપ મધ્ય પ્રદેશમાં અનેક જગ્યાએ વિરોધ કરી રહ્યું છે. સરકારના વાયદાઓને લઈ ભાજપ સતત વિરોધ કરી રહ્યું છે.