ઈન્દોરમાં મળ્યો દેશનો પહેલો ગ્રીન ફંગસનો દર્દી, એરલીફ્ટ કરીને મુંબઈ ટ્રાન્સફર કરાયો

ઈન્દોર: બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસનો એક કેસ સામે આવ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી જાેવા મળ્યો હતો. દર્દીને તરત જ એરલિફ્ટ કરીને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. ભારચમાં કોરોનાના તાંડવ બાદ હવે ફંગસના દર્દીઓ સામે આવી રહ્યા છે. બ્લેક, વાઈટ અને યલો ફંગસ બાદ હવે દેશમાં ગ્રીન ફંગસનો પહેલો દર્દી ભારતમાં સામે આવ્યો છે. ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવામાં આવેલલ કોરોનાના એક દર્દીને ગ્રીન ફંગસ થઇ ગયો છે. તેનો ઈલાજ કરવા માટે તેને મુંબઈ એર લિફ્ટ કરવામાં આવ્યો છે.
બ્લેક ફંગસ બાદ ઈન્દોરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો કેસ સામે આવ્યો છે. માણિકબાગ વિસ્તારમાં રહેનાર ૩૪ વર્ષીય દર્દીને કોરોના થયો હતો. તેના ફેફસામાં આશરે ૯૦ ટકા સંક્રમણ ફેલાયેલુ હતું. બે માસ સુધી ઈલાજ ચાલ્યા બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ૧૦ દિવસ બાદ દર્દીને હાલત ફરી બગડવા લાગી હતી. તેના ડાબી બાજુના ફેફસામાં રસી ભરાઈ ગઈ હતી. અને ફેફસામાં એસરપરજિલસ ફંગસ જાેવા મળ્યું જેને ગ્રીન ફંગસ પણ કહેવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતોના મતે, લીલી ફૂગ કાળી ફૂગથી વધુ જાેખમી છે. આને કારણે, દર્દીની સ્થિતિ સતત બગડતી હતી. દર્દીની સ્ટૂલમાં લોહી હતું. તાવ પણ ૧૦૩ ડિગ્રી રહ્યો હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન લીલી ફૂગ પર પણ કામ કરતું નથી.રાજ્યમાં ગ્રીન ફંગસના આ પહેલા કેસ જે કોવિડ પછીના દર્દીઓમાં જાેવા મળ્યો છે. કોરોનાની ગતિ ઓછી થઈ છે, પરંતુ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી. એવામાં ગ્રીન ફંગસનો કેસ સામે આવવો ચિંતાજનક છે. હાલ દર્દીને વધુ સારી સારવાર માટે મુંબઇ મોકલી દેવાયો છે.
દર્દીની કથળતી હાલત બાદ, ડોકટરોની સલાહથી તેને ખાનગી હોસ્પિટલમાંથી એરલિફ્ટ કરવામાં આવ્યો છે અને મુંબઇ મોકલી દેવામાં આવ્યો છે. તે પહેલા ઇન્દોર અને મુંબઇના ડોકટરો વચ્ચે ચર્ચા થઈ હતી. પરામર્શ બાદ દર્દીને ખસેડવામાં આવ્યો છે. જાે કે, પ્રથમ કેસ હોવાને કારણે, પ્રારંભિક તબક્કે ડોકટરોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.