ઈન્દોર કલેક્ટરે સાથીઓેની બેઠક ગટર-ગંદકી વચ્ચે યોજી
ઈંદૌર: દેશના સ્વચ્છ શહેરોમાં અગ્રીમ સ્થાને સુમાર એવા ઈંદૌર શહેરની મહાનગરપાલિકાના કમિશ્નરે અજીબોગરીબ બેઠક લીધી. સામાન્ય રીતે મહાનગરપાલિકાની બેઠકો એસી ઓફિસમાં મળતી હોય છે પરંતુ ઈંદૌરના કમિશ્નર પ્રતિભા પાલે અધિકારીઓની બેઠક એસી ઓફિસમાં નહી પરંતુ ગટર અને ગંદકી વચ્ચે મળી.
ઈંદૌરના પંચકુઈયા નાળા તરીકે ઓળખાતા વિસ્તારમાં કમિશ્નર પ્રતિભા પાલે સરકારી બાબુઓ સાથે સ્વચ્છતાની સમિક્ષા બેઠક કરી, બેઠકમાં દરેક ઝોનના અધિકારી, આરોગ્ય અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્વચ્છતા સંબંધિત ચર્ચાઓ થઈ.
અધિકારીઓને વિશેષરૂપથી એ વાતનો નિર્દેશ આપવામાં આવ્યો કે મેઈન રોડ પર સીએનડી વેસ્ટ અને માટીનો ઢગલો ના રહે, એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં વિદ્યાર્થીઓ રાત્રે દુકાનની બહાર કચરો ફેલાવે છે તેના પર કમિશ્નરે દુકાનદારો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા.
આ સિવાય બેઠકમાં કર્મચારીઓને મખ્યપણે દરરોજ સાંજે બજારોને ધોવાના નિર્દેશ આપવામાં આવ્યા. કમિશ્નરે ગંદકીવાળી જગ્યાઓને પ્રેશર મશીનથી ધોવામાં આવે. જ્યારે જે-તે વિભાગના સંબંધિત અધિકારીને પોતાના વિસ્તારમાં સાફ સફાઈનું મોનિટરિંગ કરવા નિર્દેશ આપ્યો.
ગટર અને ગંદગી વચ્ચે મળેલી આ બેઠકની ખાસ વાત એ હતી કે આ બેઠકને જાેવા સામાન્ય નાગરિકો પણ એકઠાં થયા હતા, બેઠક બાદ નાગરિકોએ તાળીઓથી અધિકરારી અને કોર્પોરેશનની પ્રશંસા કરી. નાગરિકોનું કહેવું હતું કે, ગટરની સફાઈ થઈ ખુબ સારુ કામ થયું છે. અહીં પહેલા ખુબ ગંદગી અને દુર્ગંધ આવતી હતી.