ઈન્દોર ગામે યુવકે યુવતીને ગાલ પર બટકું ભરી લેતા તે બાબતનું લાગી આવતા યુવતીએ એસિડ ગટગટાવ્યું
ભરૂચ: ઝઘડિયાના ઈન્દોર ગામની યુવતીને ગામના જ યુવકે તેના ઘરે આવી તું મારી સાથે કેમ બોલતી નથી મારી સાથે કેમ મોબાઈલ પર વાત કરતી નથી તેમ કહી તેની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી યુવતીના ગાલ પર બટકું ભરી દાંત બેસાડી દીધો હતો. યુવકે કરેલા ઝઘડાની જાણ યુવતીના માતા પિતાને થશે અને તેને બોલશે તેવું મનમાં લાગી આવતા યુવતીએ ઘરના વાડામાં પડેલ સફાઈ કરવાનું એસિડ ગટગટાવ્યું હતું.સમયસર સારવાર મળવાના યુવતીની તબિયત સુધારા પર છે.
ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે રહેતી સંજજરબાનું સુલ્તાનભાઈ દીવાન મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવામાં તાના માતા પિતાને મદદરૂપ થાય છે. ગતરોજ સાંજના ચાર વાગ્યા ના અરસામાં સંજજરબાઉ તેના ઘરે હાજર હતી ત્યારે તેમના ગામનો સેહબાજ સમસુભાઈ સોલંકી તેના ઘરે આવ્યો હતો અને ગમે તેમ માંબેન સમાણી ગાળાગાળી કરવા લાગેલ. તે કહેતો હતો કે હવે મારી જોડે કેમ વાત નથી કરતી અને મોબાઈલ પર પણ કેમ વાત કરતી નથી તેમ કહી સેહબાજ સજજરબાનુને માર મારવા લાગ્યો હતો. તેને સંજરબાનું સાથે ઝપાઝપી કરી તેને જમણા ગાલ પર દાંત બેસાડી બટુ ભરેલ હતું.
ઝપાઝપી દરમ્યાન સંજજરબાનુએ બુમાબુમ કરતા તેના સગાવહાલાઓ આવી ગયા હતા. આજુબાજુમ ભીડ એકઠી થતા તેને બાઈક પર બેસી જતો રહો હતો. જતા જતા સેહબાજ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો. ઝપાઝપી બાદ સંજજરબાનુને ગાલ પર દાંત બેસી જતા અને મગજમારીની વાત તેના માતા પિતાને ખબર પડશે તેવું મનમાં વિચારી વાડામાં પડેલ સફાઈ કરવાનું એસિડ ગટગટાવ્યું હતું. એસિડ પીવાના કારણે સંજજરબાનું અર્ધબેભાન અવસ્થામાં આવી ગઈ હતી. પ્રાથમિક સારવાર માટે પાણેથા ખાતે દવાખાને લઇ ગયેલ હતા. ઘટના બાબતે સંજજરબાનું સુલ્તાનભાઈ દીવાને ઉમલ્લા પોલીસ મથકમાં સેહબાજ સમસુભાઈ સોલંકી વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.