Western Times News

Gujarati News

ઈન્દ્રદેવને ખુશ કરવા માટે બે દેડકાનાં લગ્ન કરાવાયા

ત્રિપુરા: ત્રિપુરામાં આવેલ એક ગામમાં વરસાદ આવે તે માટે માટે ઈન્દ્રદેવને ખુશ કરવા માટે બે દેડકાના લગ્ન કરવામાં આવ્યા છે. પશ્ચિમ ત્રિપુરામાં ચાના બગીચાના શ્રમિકોએ બે દેડકાના લગ્નનું આયોજન કર્યું છે, જેને પરંપરાગત રીતે “બેંગર બિયે” તરીકે ઓળખવામાં આવે છે. બંને દેડકાઓને લગ્નના કપડા પહેરાવવામાં આવ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને દેડકા લગ્નના કપડા પહેરેલા જાેવા મળે છે. બે મહિલાઓએ દેડકાને લગ્ન કરાવવા માટે પકડી રાખ્યા છે.

હિંદુ લગ્નની પરંપરા અનુસાર મેલ દેડકો ફિમેલ દેડકાના સેંથામાં સિંદૂર ભરે છે, જેથી દેડકીને દેડકાની પત્ની તરીકે દર્શાવી શકાય. આ પ્રકારનું દ્રશ્ય ભારત માટે નવુ નથી. રિપોર્ટ્‌સ અનુસાર હિન્દુ રિવાજમાં વરસાદના આગમન માટે ઈન્દ્ર દેવને ખુશ કરવા દેડકાના લગ્ન કરાવવામાં આવે છે. બેંગર બિયે સેરેમનીમાં દેડકાના લગ્ન કરાવવાથી ઈન્દ્રદેવ ખુશ થવાની ગ્રામજનોમાં આશા છે, જેથી વરસાદ થવાથી ચાના ખેતરો સુકાશે નહીં. મે ૨૦૧૯માં કર્ણાટકના ઉડુપીમાં બે દેડકાના લગ્ન કરાવવામાં આવ્યા હતા,

જેથી વરસાદ સારો થઈ શકે. પરંતુ વધુ પડતા વરસાદને કારણે લગ્નના બે મહિનામાં બે દેડકાના ડાયવોર્સ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં ભાજપ નેતા લલિત યાદવે ઈન્દ્રદેવને શાંત કરવા માટે ‘અશાદ ઉત્સવ’ના ભાગરૂપે બે દેડકાના લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં હિન્દુ રીત-રિવાજ અનુસાર અનેક શાસ્ત્રોક્ત વિધિઓ કરવામાં આવે છે. લોકો માને છે કે દેડકાના લગ્ન કરાવવાથી સારો વરસાદ થાય છે અને જેના કારણે પાક પણ સારો થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.