Western Times News

Gujarati News

ઈન્દ્રનીલ સેનગુપ્તા-બરખાનું લગ્નજીવન તૂટવાના આરે?

એક યુવતી સાથેની ઈન્દ્રનીલની નિકટતા બરખા સાથેના રિલેશનમાં મુશ્કેલીના અહેવાલને અભિનેતાએ ફગાવ્યા

મુંબઈ,: એક્ટર કપલ બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તાના લગ્નજીવનમાં કંઈક ઠીક ન હોવાના રિપોર્ટ્‌સ ફરી રહ્યા છે. આ પાછળ કોલકાતાની એક છોકરી સાથે ઈન્દ્રનીલની કથિત રીતે વધેલી નિકટતા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બરખાને આ વિશે જાણ છે અને તેથી તે થોડી વ્યાકૂળ પણ છે. ઈન્દ્રનીલ સેનગુપ્તાનો સંપર્ક કર્યો અને તેના લગ્નજીવનમાં કંઈક ઠીક નથી તેવું પૂછ્યું તો તેણે કહ્યું કે, બરખા અને મારૂં લગ્નજીવન મુશ્કેલીમાં હોવાના મેં કેટલાક ન્યૂઝ સાંભળ્યા છે

મને હતું જ કે આ મીડિયામાં લાંબુ ચાલશે, પરંતુ તેવું કંઈ જ નથી. શું તેઓ અલગ રહે છે, તેમ પૂછતાં એક્ટરે શાંતિથી જવાબ આપતાં કહ્યું કે, ના, અમે સાથે જ રહીએ છીએ. રિપોર્ટ્‌સ પ્રમાણે, ઈન્દ્રનીલ કોલકાતાની કોઈ છોકરીને ડેટ કરી રહ્યો છે અને આ જ મુશ્કેલીનું કારણ છે. આ વિશે એક્ટરે કહ્યું કે, મેં તેવું પણ સાંભળ્યું છે. પરંતુ જાે તેમ હોય તો મારે કોલકાતા જવાની જરૂર પડે.

બરાબર? છેલ્લે હું ફેબ્રુઆરીમાં કોલકાતા ગયો હતો. બીજી તરફ બરખાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેને ફોન વ્યસ્ત અથવા બંધ આવતો હતો. કદાચ તેણે આ મામલે કંઈ પણ ન બોલવાનું નક્કી કર્યું હોય તેવું પણ બની શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થતાં રહે છે. તેમાં નવું શું છે. મને નથી લાગતું કે આ ગંભીર મુદ્દો છે.

તેઓ ઘણીવાર સામાજિક પ્રસંગોમાં સાથે દેખાય છે અને એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. પરંતુ અંદરની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બરખા અને ઈન્દ્રનીલના લગ્નજીવનમાં ખરેખર કંઈક ખોટું છે. ઈન્દ્રનીલ અને બરખાની પહેલી મુલાકાત ૨૦૦૬માં સીરિયલ ‘પ્યાર કે દો નામઃ એક રાધા એક શ્યામ’ના સેટ પર થઈ હતી. ૨૦૦૭માં એક્ટ્રેસના બર્થ ડે પર ઈન્દ્રનીલે તેને પ્રપોઝ કર્યું હતું અને બંનેના લગ્ન ૨૦૦૮માં થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે ૨૦૧૧માં કપલને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.