ઈન્ફિનિક્સે હોટ-7 સ્માર્ટફોન લોન્ચ કર્યો, 2MP કેમેરા અને 4Gb +64Gb મેમરી
જેમાં 13 મેગા પિક્સેલ + 2 મેગા પિક્સેલ એઆઈ–પાવર્ડ કેમેરા અને 4જીબી +64જીબી મેમરી છે જે 8 હજારની કિંમતના સ્માર્ટફોનમાં પ્રથમ વખત જોવા મળે છે
રૂ. 7999ની કિંમત ધરાવતા હોટ-7 તેની કેટેગરીમાં પ્રથમ એવો ફોન છે જેમાં 13 એમપી +2 એમપી એએલ–ક્વાડ કેમેરા ફ્રેમવર્ક, કસ્ટમાઈઝેબલ બોકેહ મોડ અને અન્ય ફિચર્સ સામેલ છે
અમદાવાદ, જૂલાઈ 18, 2019: ટ્રાંજિઅન હોલ્ડિંગ્સની સ્માર્ટફોનની પ્રીમિયમ બ્રાન્ડ ઈન્ફિનિક્સે અમદાવાદમાં 18 જૂલાઈએ પોતાનો નવો હોટ-7 સ્માર્ટફોન રજૂ કર્યો છે. ઈન્ફિનિક્સની હોટ સિરીઝને ઘણી સફળતા મળી રહી છે અને હોટ-7માં પણ એવા ઘણા ફિચર્સ છે જે 8,000ની કિંમતની રેન્જના સ્માર્ટફોનમાં અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. આ ફોનમાં 4જીબી+64જીબી મેમરી (એકમાત્ર ફોન જે આ કિમંતમાં આ રેમ+રોમ આપે છે),
4000 એમએએચ બેટરી અને 13 એમપી+2 એમપી એએલ-પાવર્ડ ક્વાડ કેમેરા ફ્રેમવર્ક જેવા અદ્દભૂત ફિચર્સ અને આશ્ચર્યજનક ફક્ત 7,999 રૂપિયાની કિંમતમાં હોટ-7 ફોનની સબ 8,000 સેગમેન્ટમાં ઘણી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. આ ફોન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે જેમાં કલરની વિવિધ શ્રેણી છે. જેમાં મિડનાઈટ બ્લેક, એક્વા બ્લૂ અને મોકા બ્રાઉનનો સમાવેશ થાય છે. આ નવા સ્માર્ટફોનમાં ફિચર્સ અને ઉપયોગિતાનું એકદમ સચોટ મિશ્રણ છે જે અમદાવાદીઓનું ધ્યાન ચોક્કસથી ખેંચશે જેઓ એક તેમના બજેટમાં અનુકૂળ એવા પ્રીમિયમ સ્માર્ટફોનમાં ઈચ્છતા હોય છે.
ફોન રજૂ કરતા ઈન્ફિનિક્સ ઈન્ડિયાના શ્રી અનિશ કપૂરે જણાવ્યું હતું કે, “ભારતમાં અત્યાર સુધી ઈન્ફિનિક્સ ઘણું જ સફળ રહ્યું છે અને અમારૂ ધ્યાન અમદાવાદ જેવા અદ્દભૂત બજાર પર હતું જેના કારણે અમે આટલા સફળ રહ્યા છીએ. ઈન્ફિનિક્સ ગ્રાહકો માટે બજેટ સ્માર્ટફોન કેટેગરી સાથે અત્યાધુનિક ટેકનોલોજી અને ફિચર્સ પૂરા પાડે છે જે અગાઉ આ સેગમેન્ટમાં ક્યારેય જોવા મળ્યા નથી. હોટ-7માં આ તમામ ફિચર્સ છે અને તે સ્ટાઈલ અને પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ કરાવશે જે ચોક્કસથી અમદાવાદીઓનું ધ્યાન ખેંચશે.”
હોટ-7ના ફિચર્સ
ડિસ્પ્લેઃ હોટ-7માં 6.19 ઈંચની HD+ સ્ક્રીન છે જે 19:9 નોચ ડિસ્પ્લે અને 83% સ્ક્રીન ટુ બોડી રેશિયો ધરાવે છે, જે મેટલ યુનિબોડી ડિઝાઈન ધરાવે છે અને તે 2.5ડી ગ્લાસ સાથે આવે છે જેનાથી સ્ક્રીન વધુ મજબૂત અને ગ્લોસી બને છે. એલસીડી સ્ક્રીનની બ્રાઈટનેસ 500 એનઆઈટીએસ છે.
કેમેરાઃ હોટ-7માં પીડીએએફ, ડ્યુલ એલઈડી ફ્લેશ અને ઓટો સિન ડિટેક્શન જેવી ખાસિયત ધરાવતો ડ્યુઅલ રિયર 13 એમપી અને 2 એમપી ફ્રેમવર્ક ધરાવતો કેમેરા છે. કેમેરા એએલ ફિચર્સથી સજ્જ છે જે શ્રેષ્ઠ સેટિંગ અથવા ઈમેજ ક્વોલિટી ઓપ્ટિમાઈઝેશનને ઓળખી શકે છે. તેમાં એએલ પોટ્રેટ, એએલ એચડીઆર, નાઈટ, સ્પોર્ટ્સ, બ્લૂ સ્કાય, ટેક્સ્ટ વગેરે જેવા આઠ કેમેરા મોડ સામેલ છે. આ ઉપરાંત શ્રેષ્ઠ
ગુણવત્તાનો ફોટો લેવા માટે તે ઓટોમેટિક સેટિંગ પણ કરી શકે છે. ફોનમાં બોકેહ ફિચર આપવામાં આવ્યું છે જેનાથી ફોનધારક પોતાની રીતે ઈમેજનું બેકગ્રાઉન્ડ ઝાંખુ કરી શકે છે.
હોટ-7માં 13 એમપી તથા 2 એમપી ફ્રન્ટ સેલ્ફી કેમેરા પણ છે જેનાથી ઉચ્ચ ગુણવત્તા, એકદમ સ્પષ્ટ સેલ્ફી લઈ શકાય છે અને વીડિયો ચેટના અનુભવને પણ વધારે સારો બનાવે છે. એએલ બ્યુટીમોડથી ઈમેજને વધારે સારી બનાવી શકાય છે અને તેનાથી એક અદ્દભુત સેલ્ફી લઈ શકાય છે.
પરફોર્મન્સઃ આ સ્માર્ટફોનમાં અલ-ડ્રિવન સ્માર્ટ પાવર મેનેજટમેન્ટ સિસ્ટમ સાથેની 4000 એમએએચ બેટરી છે જે ફોનના ફિચર્સને તેની જરૂરીયાત પ્રમાણે પાવર પૂરો પાડે છે. આવા સ્માર્ટ પાવર સપ્લાય ધરાવતો મિકેનિઝમવાળો હોટ-7 સ્માર્ટફોન 36 કલાકનો 4જી ટોક ટાઈમ, 153 કલાકનો મ્યૂઝિક પ્લેબેક, 20 કલાક વીડિયો પ્લેબેક, 15 કલાક વેબ સર્ફિંગ અને 26 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ પૂરો પાડે છે. આ કેટેગરીમાં આ પ્રથમ ફોન છે જે 4જીબી+64 જીબી રેમ+રોમનું કોમ્બિનેશન પૂરૂ પાડે છે. આ ઉપરાંત 256 જીબી મેમરી સપોર્ટ કરે છે અને 3 મેમેરી કાર્ડ સ્લોટ છે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફિચર્સ તમને તમારા સ્માર્ટફોનની પૂરતી સુરક્ષા પૂરી પાડે છે.