ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફાૅલોવર્સ બનાવનાર પહેલો ભારતીય બન્યો વિરાટ કોહલી
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રંચાઇજી રાૅયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી હવે એક નવી સિદ્ધી મેળવી છે. અને આ સિદ્ધી તેમને ઇન્સ્ટાગ્રામના કારણે મળી છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક તેવા કોહલીના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોલોવર્સ છે. પણ હાલ તે ઇન્સ્ટાગ્રામ પર સૈથી વધુ ફોલોવર્સ વાળા પહેલા ભારતીય બની ગયા છે.
તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર કોહલીના ૭૦ મિલિયનથી વધુ ફોલોવર્સ છે. અને તે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનાર ૧૦ ભારતીય સેલેબ્રિટીમાં એકમાત્ર ખેલાડી છે.
આ લિસ્ટમાં બીજા નંબરે પ્રિયંકા ચોપરા છે. જેમના ૫૫.૪ મિલિયન ફોલોવર્સ છે. અને તે પછી શ્રદ્ધા કપૂર ત્રીજા નંબર છે.
એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ લાૅકડાઉનમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સૌથી વધુ કમાણી કરનાર ટોપ ખેલાડીમાં એક માત્ર ક્રિકેટર હતા.
વળી તેમણે લોકડાઉન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પેડ પોસ્ટ કરીને સારી એવી કમાણી પણ કરી છે તેમ જાણવા મળ્યું છે. કોલહીના સાત કરોડ ૧ લાખ ૪૮ હજાર ૪ ફોલોવર્સ છે. અને તે ૧૭૧ લોકોને ફોલો કરે છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ પછી વિરાટની ક્રિકેટ જગતમાં મોટી ફેન ફોલોઇંગ છે. અને આજ કારણ છે કે અનેક જાહેરાતો તેને પોતાના કંપની માટે જાહેરાત કરવા મોટી રકમ ચૂકવે છે. યુવાનોમાં પણ વિરાટ સુપર ફેવરેટ છે. ત્યારે આ લિસ્ટમાં બીજું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તે પછી બોલિવૂડની બીજી અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું આવે છે.