ઈન્સ્યોરન્સ રિન્યુના બહાને છેતરપીંડીની નવી મોડેસ ઓપેરન્ડી
(એજન્સી) અમદાવાદ, કોઈપણ વાહનનો વીમો પૂર્ણ થવાની તારીખ નજીક આવતા વીમા કંપનીઓના કોલ વીમો રીન્યુ કરાવવા આવતા હોય છે. જેનો લાભ ઉઠાવવા માટે ઓનલાઈન છેતરપીંડી કરતી ગઠીયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં ગ્રાહકને કોલ કરવામાં આવે છે કે ઓનલાઈન વીમો નહીં ભરો તો કોઈ ક્લઈમ પાસ કરવામાં આવશે નહી. જેથી વ્યક્તિ ઓનલાઈન નાણાં ચુકવણી કરવા જતાંં છેતરાય જાય છે ત્યારેે આ મોડસ ઓપરેન્ડીથી બચવા માટે પોલીસે તાકીદ કરી છે.
વાહનનો વીમાો પૂર્ણ થવાનો હોય તે પહેેલા જે તે વીમા કંપની દ્વારા કે તેમના દ્વારા નિયુક્ત કરાયેલા એજન્સી દ્વારા જે તે ગ્રાહકને ફોન કરીને તેને વીમો રીન્યુ કરાવવા માટે કહેવામાં આવે છે. જેમાં ઓનલાઈન વીમો રીન્યુ કરવાની લીંક પણ મોકલવામાં આવે છે. જાે કે વીમા કંપની ઓન કોલ સેવાના નામે છેતરપીંડી કરતી ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે.
જેમાં ગ્રાહકોની વિગતો મેળવીને તેમને જાણ કરવામાં આવે ે છે કે અને જે તે કાર કપંની કે ટુ વ્હીલર કંપની દ્વારા સંચાલિત વીમા કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપીને કહેવામાં આવે છે કે જાે તે તેમની પાસેથી ઓન લાઈન વીમો નહીં લે તો કોઈપણ ક્લેઈમ વાહન કંપની પાસ નહી ંકરે. જેથી ડરીને જે તે વાહનનો માલિક છેતરપીંડી કરતી ગેગ દ્વારા મોકલવામાં આવેલી લીંકમાં લોગેીન કરે છે. ત્યાં અન્ય એકાઉન્ટ ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરવામાં આવે છે. આ નવી મોડસ ઓપરેન્ટીથી અનેક લોકો ઠગાઈનો ભોગ બનતા હોય છે.
એવું નથી કે ચોક્કસ ગેગ માત્ર વાહનની વીમાના નામે છેતરપીંડી કરે છે. પરંતુ મેડીક્લેઈમના નામે પણ છેતરપીંડી આચરી રહ્યા છે.