ઈબ્રુપ્રોફેન કે નેપ્રોફેન મહિલાઓમાં સ્તન કેન્સરની સંભાવના ૪૦ ટકા ઘટાડે છે
નિયમિત રીતે એન્ટિ ઈન્ફલેમેટરી દવા ઈબ્રુપોફેન કે નેપ્રોફેન બ્રેસ્ટ કેન્સરનું જાેખમ ૪૦ ટકા ઘટાડે છે. જાે કે આ જ દવા જેવી એસ્પિરિનથી આ પ્રકારની સકારાત્મક અસર જાેવા મળી નથી. એમ મેયો ક્લિનિકના સંશોધકોએ તારણ કાઢ્યું છે. આ અભ્યાસમાં સ્વસ્થ લોકોને આવરી લેવાના ન હતા અને લોકોને એવી સલાહ આપી છે કે આ પ્રકારની દવા લાંબા સમય સુધી તબીબના કહેવાથી જ લેવી.
મિન્નેસોટા ખાતેના ક્લિનિકના બ્રેસ્ટ કેન્સર સર્જન ડો.એમી ડેગ્નિમ કહે છે કે, કેટલાય અભ્યાસોમાં એસ્પરિન, ઈબ્રુપોફેન અને નેપ્રોફેન જેવી દાહવિરોધી દવાનો ઉપયોગ મહિલાઓમાં સ્તન કેન્સર સામે અસર કરે છે કે કેમ એ મૂલવવામાં આવ્યું છે. પરંતુ સ્તની બાયોપ્સી થઇ ગયા બાદ તેમનું જાેખમ આ દવાનો ઉપયોગ કઈ રીતે ઘટાડે છે, એ અંગે ખાસ માહિતી નથી.
આ અભ્યાસ માટે ડો.ડેગ્નિમ અને તેમના સહયોગીઓએ ૧૯૯૨થી ૨૦૦૧ દરમિયાન ૩૦૮૯ મહિલાઓમાં સ્તન કેન્સરની બીમારીનો સર્વે કર્યાે હતો. અભ્યાસમાં ભાગ લેનારી મહિલાઓએ તેમના બ્રેસ્ટમાં કંઈક સમસ્યા હોવાને કારણે બાયોપ્સી કરવાની હતી. તેમની બીમારીમાં પાછળથી ગાંઠ થઈ હતી, પણ કેન્સરની ગાંઠ ન હતી, પરંતુ ભવિષ્યમાં તેમને કેન્સરની ગાંઠ થઇ શકે એવું જાેખમ વધુ હતું. જે મહિલાઓએ જીવનના કોઈપણ તબક્કે એનએસએઆઈડીએસ લીધું હોય તેમને એ નહીં લેનારી મહિલાઓ કરતાં કેન્સર થવાનું જાેખમ ૬૧ ટકા વધુ છે.