ઈમપેક્ટમાં મજુરના થયેલ મિલકતો સીલ કરરવાની શરૂઆત
ઈમપેક્ટમાં મજુરના થયેલ મિલકતો સીલ પાર્કિગ ના કારણોસર સીલિંગ ઝુંભેશ શરૂ સહજાનંદ થી નહેરુનગર રોડ પર 16 દુકાનો પર કાર્યવાહી નવરંગપુરા વોર્ડ જાહેર રોડ પર પાર્કિંગ મામલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગે તવાઈ બોલાવી છે. જેમાં નહેરુનગરમાં આવેલા ગાંઠીયા રથ સહિતના 16 એકમો સીલ કરવામાં આવ્યા છે. પાર્કિંગની જગ્યા ન હોવાના કારણે ગ્રાહકો પાસે રોડ પર વાહન પાર્ક કરવામાં આવતા આજે એસ્ટેટ વિભાગની ટીમે નવરંગપુરા, નહેરૂનગર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઓફિસને 10 દિવસની નોટિસ આપી સીલ કર્યા છે.
શહેરમાં આડેધડ પાર્કિંગથી ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે. દુકાનો અને શો-રૂમનાં માલિકો જાહેર રોડ પર વાહનો પાર્કિંગ કરાવતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ અટવાય છે. જેથી કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. AMCએ કભી-બી, ગાંઠીયા રથ, પ્લાનેટ વુમન ફાર્મસી અને સુઝુકીનો શો-રૂમ સહિત કુલ 16 એકમ સીલ કર્યા છે.