ઈમરાનખાનને તેમના નિકટના સાથીદાર ઘર ચલાવવા દર મહિને ૫૦ લાખ આપે છે
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન પર તેમની જ પાર્ટીના પૂર્વ સભ્ય અને નિવૃત્ત જજ વજીહુદ્દીન અહેમદે ચોંકાવનારો આરોપ મુકયો છે.અહેમદનુ કહેવુ છે કે, ઈમરાખાનને ઘર ચલાવવા માટે તેમના નજીકના સહયોગી જહાંગીર ખાન દર મહિને પચાસ લાખ રુપિયા આપે છે.જાેકે જહાંગીર ખાને આ આરોપને ફગાવી દીધો છે અને કહ્યુ છે કે, હું અહેમદ પર માનહાનિનો દાવો કરીશ.
તેની સામે અહેમદે કહ્યુ છે કે, જહાંગીર ખાન જાે માનહાનિનો દાવો કરવા માંગતા હોય તો તેમણે નિશ્ચિત રીતે કોર્ટમાં જવુ જાેઈએ.જાેકે તેમણે પોતાના આરોપના સમર્થનમાં કોઈ પૂરાવો રજુ કર્યો નથી.તેમનુ કહેવુ છે કે, ઈમરાનખાન નાણાકીય રીતે ઈમાનદાર છે તેવુ માનવુ ખોટુ છે.તેઓ તો પોતાના ઘરનો ખર્ચ પણ ચલાવી શકતા નથી.જેમના પર ઈમરાનને પૈસા આપવાનો આરોપ લાગ્યો છે તે જહાગીર ખાન એક વિવાદીત બિઝનેસમેન છે.તેમની ખાંડની ઘણી મિલો છે.
આરોપ લગાવનાર નિવૃત્ત જજના મતે જહાંગીરખાન પાસે આ આરોપને રદિયા આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.આ પ્રકારે અપાતી રકમની કોઈ જગ્યાએ નોંધ નથી હોતી અને તેના કારણે આરોપ ફગાવી દેવા આસાન હોય છે.જહાંગીર ખાનની ખાંડની મિલો પર પણ ઘણા આરોપ લાગેલા છે પણ કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી.HS