ઈમરાનને સત્તા છોડવા પાક. આર્મી ચીફ જરનલ બાજવાનો આદેશ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ખુરશી પર જાેખમ મંડરાઈ રહ્યું છે. બુધવારે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની બે દિવસીય બેઠકના સમાપન બાદ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના નેતૃત્વમાં પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓએ તેમને રાજીનામું આપવા કહ્યું છે.
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું કે, બાજવા અને અન્ય ત્રણ વરિષ્ઠ લેફ્ટનન્ટ જનરલોએ તેમને સત્તા પરથી હટાવવાનો ર્નિણય પાકિસ્તાનના આર્મી ચીફ અને ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના વડા નદીમ અંજુમ ઈમરાન ખાનને મળ્યા બાદ લીધો હતો.
અહેવાલ પ્રમાણે તમામ ચાર લશ્કરી નેતાઓએ ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાનને બચવા માટે કોઈ રસ્તો નહીં આપવાનો ર્નિણય કર્યો છે. પીટીઆઈ સરકાર સામે ચાલી રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે ઈમરાન ખાને શુક્રવારે આર્મી ચીફ બાજવા સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક દેશમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમોની આસપાસ વણાયેલી રહી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, એજન્ડામાં ઓઆઈસીસમિટ, બલૂચિસ્તાનમાં ચાલી રહેલી અશાંતિ અને ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત સામેલ થઈ શકે છે.
ઈમરાન ખાને પોતાની પાર્ટીના પક્ષપલટાઓ સામે કાર્યવાહીની માંગ કરતા કાનૂની માર્ગ અપનાવ્યો છે. તેમને ડર છે કે તેમની પાર્ટીના કેટલાક નેતાઓ અવિશ્વાસ પ્રસ્તાવ પર તેમની વિરુદ્ધ મતદાન કરી શકે છે. સોમવારે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ મતદાન કરવા માટે અસંતુષ્ટ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવામાં આવશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.SSS