ઈમરાન ખાન તુર્કીના રાષ્ટ્રપતિના ડ્રાઇવર બન્યા
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમના દેશમાં આવનારા વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે શું-શું કરે છે તેનો નમૂનો ગુરુવારે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર જોવા મળ્યો. મૂળે તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ અર્દોગાન ગુરુવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. ઈમરાન ખાન જાતે એર્દોગાનને લેવા એરબેઝ પહોંચ્યા હતા. ગાર્ડ ઑફ ઑનર બાદ જ્યારે એર્દોગાન રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના ઘર માટે રવાના થઈ રહ્યા હતા ત્યારે ઈમરાન ખાન કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા અને એર્દોગાનને લઈને નીકળી પડ્યા. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈમરાન ખાને કાળા રંગનો શૂટ પહેર્યો છે અને કારને ડ્રાઇવ કરી રહ્યા છે. ઈમરાન ખાનની બાજુની સીટમાં એર્દોગાન નજરે પડી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ઈમરાન ખાન એર્દોગાનને લઈ સીધા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના ઘરે જાય છે. આવું પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને જાતે ગાડી ચલાવી હોય. આ પહેલા સઉદી અરબના ક્રાઉન પ્રિનસ મોહમ્મદ બિન સલમાના પાકિસ્તાન પ્રવાસ સમયે પણ ઈમરાન ખાને આવું જ કર્યું હતું. તે સમયે પણ ઈમરાન ખાનને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા તુર્કીના રાષ્ટ્રપતિને ખુશ કરવાના આ પ્રયાસ પર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. ટ્વિટર પર એક પત્રકારે લખ્યું કે ઈમરાન ખાને ધંધો બદલી લેવો જોઈએ. તેઓ સારા શોફર હોઈ શકે છે. એક અન્ય યૂઝરે કહ્યું, ભાઈ આ રાઇડ પર ફાઇવ સ્ટાર જરૂર આપી દેજે. આ રીતે યૂઝરે લખ્યું, જ્યારે ટ્રમ્પ પાકિસ્તાનના પ્રવાસે આવશે તો ઈમરાન ખાનને બૂટ પૉલિશ કિટ લઈને તૈયાર રહેવું જોઈએ.