ઈમરાન ખેડાવાળાના પરિવારમાં પાંચ કોરોના પોઝિટિવ
અમદાવાદ, જમાલપુર ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ તેમના પરિવાર અને કાર્યકરો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પરિવાર ના 5 સભ્યો પોઝિટિવ જાહેર થયા છે. જ્યારે કાર્યકરો ના રિપોર્ટ આવ્યા નથી. દરિયાપુર ના ધારાસભ્ય નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ખાડિયા ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા બાદ તેમના પરિવાર ના પાંચ સભ્યો પણ પોઝિટિવ જાહેર થયા છે. પોઝિટિવ જાહેર થનાર માં ઈમરાન ખેડાવાળા ના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજા ની પત્ની નો સમાવેશ થાય છે. તમામ ને એસ.વી.પી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જમાલપુર ના મહિલા કોર્પોરેટર આઝિયા કાદરી, તેમના પરિવાર અને કાર્યકરો ના રિપોર્ટ બાકી છે. ખેડાવાળા સાથે ગાંધીનગર મીટિંગ માં હાજરી આપનાર દરિયાપુર ના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.દાણીલીમડા ના ધારાસભ્ય શૈલેષ પરમાર ના રિપોર્ટ બાકી છે.