Western Times News

Gujarati News

ઈમરાન ખેડાવાળાનો બીજો રિપોર્ટ પણ પોઝીટીવ

File Photo

ફ્રન્ટ લાઇન વોરિયર્સના મનોબળ ન તૂટે તે જરૂરી છે : ખેડાવાળા

અમદાવાદ: જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે એસ બીપી હોસ્પિટલમાં નવ દિવસની સારવાર બાદ કરવામાં આવેલ  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આગામી 26 તારીખે તેમનો ત્રીજો ટેસ્ટ કરવામાં આવશે કોરોના ને હરાવવા માટે માનસિક રીતે મજબૂત બનવું જરૂરી છે. કોરોના મહામારી વચ્ચે દર્દીઓની સતત સેવા કરતા frontline warriors ને હજારો સેલ્યુટ છે તેમ તેમણે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું

   જમાલપુર ના ધારાસભ્ય ખેડા વાળા ૧૪ એપ્રિલે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા જેના પગલે તેમને એસ.વી.પી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે 20 એપ્રિલે તેમનો બીજો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ૨૨ એપ્રિલે તેમનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે

વેસ્ટન ટાઈમ ના સંવાદદાતા દેવેન્દ્ર શાહ સાથે થયેલ ટેલીફોનિક વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 26 તારીખે તેમનો ત્રીજો  રિપોર્ટ કરવામાં આવશે પ્રથમ રિપોર્ટ ની જેમ હાલ પણ તમને કોરોનાના કોઇ પણ લક્ષણ નથી તેમ છતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી તેઓ તબીબોની સુચના મુજબ દવા લઈ રહ્યા છે કોરોના ને હરાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ guideline નો અમલ જરૂરી છે

તેમજ દર્દીની માનસિક પરિસ્થિતિ મજબૂત હોવી અત્યંત આવશ્યક છે જો માનસિક પરિસ્થિતિ મજબૂત નહીં હોય તો ઇમ્યુનિટી પાવર ગમે તેટલો મજબૂત હશે તોપણ વ્યક્તિ કોરોના ની ઝપટમાં આવી જશે એસવીપી હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહી છે દર્દીઓની સારવાર કરતા તબીબો નર્સિંગ સ્ટાફ અને વોર્ડ બોય ખરેખર ધન્યવાદ ને પાત્ર છે

શહેરમાં કોરોના ની મહામારી શરૂ થઈ એ સમયથી તેઓ સતત ફરજ બજાવી રહ્યા છે જે પૈકી કેટલાક લોકો તો એક મહિનાથી ઘરે પણ ગયા નથી પોતાના પરિવારને છોડી તેમજ જિંદગીને જોખમમાં મુકી બીજાની જિંદગી બચાવવા માટે તેઓ 24 કલાક ફરજ નિભાવી રહ્યા છે. કોરોના મહામારી સામે નાગરિકો ને રક્ષણ મળે તે માટે તબીબો, પોલીસકર્મી, સફાઈકર્મી સહિત ના ફ્રન્ટ વોરિયર્સ સતત સેવા કરી રહ્યા છે.

તેથી આ લોકોના મનોબળ ના તૂટે તે જોવાની ફરજ આપણા સૌની છે હોસ્પિટલમાંથી સજા મળ્યા બાદ તેઓ અગાઉની જેમ તેમના સેવાકાર્ય ચાલુ રાખશે તથા તેમના મતદારોને કરુણા પ્રત્યે જાગૃત કરવા વધુ મહેનત કરશે તેમણે વધુમાં જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.