ઈમરાન નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવા ઈચ્છતા હતા

ઈસ્લામાબાદ, ભારત વિરુદ્ધ ડગલે ને પગલે કાવતરું રચવું અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બરાબરી કરવાના ધમપછાડામાં ઈમરાન ખાન એટલા મશગૂલ રહ્યા કે તેમને બીજુ કઈ દેખાયું જ નહીં. પરિણામ એ આવ્યું કે હવે તેમના હાથમાંથી સત્તા જતી રહી અને મોટી કાર્યવાહીની તલવાર તેમના માથે લટકી રહી છે.
ઈમરાન ખાને થોડા સમય પહેલા રશિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીવી પર નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવા ઈચ્છે છે. પણ તેમની આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ. પીએમ મોદીની બરાબરી કરવામાં તેમની પીએમ પદની ખુરશી જતી રહી.
જાે કે ઈમરાન ખાને છેલ્લે છેલ્લે ભારતના ભરપેટ વખાણ કર્યા. પરંતુ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ મોટાભાગે પ્રધાનમંત્રી મોદી અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જ જાેવા મળ્યા. ઈમરાન ખાને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં કોઈ કચાશ બાકી રાખી નહીં. તેમણે દુનિયાના દરેક મંચ પર ભારતને બદનામ કરવાની કોશિશ કરી. પરંતુ સફળ થયા નહીં.
જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો ઈમરાન ખાન અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેમના હોશ ઠેકાણે લાવી દીધા.
નવા પાકિસ્તાનનું સપનું બતાવીને પાકિસ્તાનમાં સત્તામાં આવેલા ઈમરાન ખાને જાે ભારત સાથે સારા સંબંધો પર ભાર મૂક્યો હોત તો કદાચ સ્થિતિ કઈક અલગ જ હોત. પરંતુ તેમણે પોતાના પાડોશી સાથે સંબંધ સુધારવાની જગ્યાએ તેમને મૂંઝવણમાં મૂકવાનું કામ કર્યું. પુલવામા બાદ બંને દેશો વચ્ચે સંબંધ બગડતા જ ગયા.
આ હુમલા બાદ ભારતે નક્કી કરી લીધુ હતું કે તે પાકિસ્તાનને અલગથલગ કરી નાખશે અને ભારત તેમાં સફળ પણ રહ્યું. પાકિસ્તાને ભારતને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણીને પોતાની નીતિઓને તે મુજબ આકાર આપવાનું શરૂ કરી દીધુ. તેણે ચીન સાથે મિત્રતા વધારી. રશિયાની પણ નજીક પહોંચવાની કોશિશ કરી.
તેની પાછળ ઈચ્છા તો ભારતને ઘેરવાની જ હતી. જાે કે તે રશિયા અને ભારત વચ્ચેની કેમિસ્ટ્રી સમજી શક્યું નહીં. ઉલ્ટુ તેના ચીન અને રશિયા તરફી પ્રેમના કારણે અમેરિકા નારાજ થઈ ગયું. આ સાથે જ અફઘાનિસ્તાનમાં ઈમરાન ખાને જે પ્રકારે બેવડી નીતિ અપનાવી તેણે પણ પાકિસ્તાન પ્રત્યેની અમેરિકાની સોચને પ્રભાવિત કરી.
તેનાથી ઉલટુ અમેરિકાની ચીનને એશિયા પ્રશાંતમાં માત આપવાની ઈચ્છા ભારતને તેની નજીક લાવી. અમેરિકાને એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ વિસ્તારમાં જાે કોઈ ચીનને ટક્કર આપી શકે તો તે ફક્ત ભારત જ છે.SSS