ઈમરાન પાસે અપશબ્દો બોલવા સિવાય કોઈ કામ નથી: શરીફ
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તમામ અટકળો ફગાવીને વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફને સત્તા પરથી ઉખાડી ફેંકવા માટે આગામી ૨૫મી મેથી લોંગ માર્ચની જાહેરાત કરી દીધી છે.
ઈમરાન ખાને રાજધાની ઈસ્લામાબાદને ઘેરવા માટે માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ સૈનિકોના પરિવારોને પણ રસ્તા પર ઉતરવા માટે આહ્વાન કર્યું છે.
ઈમરાન ખાનના આ એલાન બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે એવી ચેતવણી આપી છે કે, જાે પીટીઆઈ (પીટીઆઈ)ના નેતાએ દેશમાં ગૃહયુદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કર્યો તો પાકિસ્તાન તેમને માફ નહીં કરે.
શાહબાઝ શરીફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સરકારની આકરી નિંદા કરતા કહ્યું કે, દેશના વિકાસ પર કામ કરવાના બદલે પીટીઆઈ નેતા પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન રાજકીય પ્રતિશોધમાં વ્યસ્ત રહ્યા.
શરીફના કહેવા પ્રમાણે ઈમરાન ખાનનું એકમાત્ર ફોકસ પોતાના વિરોધીઓને ઘેરવા તરફ હતું. ઈમરાને હોસ્પિટલ્સ પણ નથી બનાવડાવી અને રસ્તાઓ પણ નથી બનાવડાવ્યા. ઈમરાન ખાન પાસે વિરોધીઓ માટે અપશબ્દો બોલવા સિવાય કોઈ કામ નથી.ss2kp