ઈમરાન પાસે બધું છે પણ અક્કલ નથી: રેહમ ખાન
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી સંકટમાં છે. વિપક્ષે તેમની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કર્યો છે અને પાકિસ્તાનના રાજકારણમાં બનેલી પરિસ્થિતિ આ તરફ ઈશારો કરી રહ્યા છે કે ઈમરાન ખાનને વડાપ્રધાન પદ છોડવુ પડી શકે છે.
જાેકે, ઈમરાન ખાન દાવો કરી રહ્યા છે કે તેઓ સરકારમાં રહેશે અને વિપક્ષના દાવામાં કોઈ દમ નથી. આ દરમિયાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને ઈમરાન ખાન પર નિશાન સાધ્યુ છે. એક ટિ્વટમાં રેહમ ખાને લખ્યું- ‘આ વ્યક્તિને કંઈ જાેઈતું નથી.
ઈમરાન ખાને પોતાના જીવનમાં બધું જ હાંસલ કર્યું છે. નામ, પૈસા, ખ્યાતિ, આદરપ. આ માણસ પાસે બધું છે. પરંતુ અક્કલ નથી. રેહમ અને ઈમરાનના લગ્નના ૬ મહિના પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા. ૬ જાન્યુઆરી ૨૦૧૫માં બંનેએ લગ્ન કર્યા હતા.
ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને કહ્યું- ઈમરાનનો રાજીનામું આપવાનો સમય પૂરો થઈ ગયો છે. ગઈકાલે પણ તેમની પાસે રાજીનામું આપવાનો સમય હતો. રેહમે કહ્યું કે ઈમરાન ખાન ચોર દરવાજા દ્વારા સત્તામાં આવ્યા હતા. ઈમરાને આરોપોની પરવા નહોતી કરી.
હું નવેમ્બર ૨૦૨૧ થી પાકિસ્તાનમાં છું. મે ઘણુ જાેયુ છે. ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને તેની પૂર્વ પત્નીએ કહ્યું કે ઈમરાન ખાન સાથે કોઈ જાેડાવા માંગતું નથી.SSS